________________ 1 પૂર્ણતાષ્ટક 19 ઉપચય(સંગ્રહ, ગ્રહણ)થી જ્ઞાનાદિની હાનિ એ પ્રસિદ્ધ જ છે. પૂર્ણાનંદ જે શુદ્ધ આત્મા, તેને આ સ્વભાવ જગતને આશ્ચર્ય ઉપજાવનાર છે. લૌકિક ભંડાર આદિ પૂર્યા વગર પુરાય નહીં અને પૂર્યાથી હાનિ પામે નહીં, આત્મા તે એથી વિપરીત પ્રકારને છે માટે આશ્ચર્યકારક છે. અનુવાદ :- પૂર્યા વણ પણ પૂર્ણતા, પુર્વે હાનિ હોય; પૂર્ણાનંદ સ્વભાવ આ જગમાં અદ્દભુત જોય. 6 જ્ઞાનમંજરી - ત્યાગ પરિણામ સહિત સર્વ પુદ્ગલના પરિત્યાગની રુચિવાળે જે આત્મા પુદ્ગલેથી અપૂર્ણ છે, તે સાધક આત્મગુણેથી પૂર્ણતા પામે છે. વળી પુદ્ગલ વડે પૂર્ણ થતું જાય છે તેને પૂર્ણ આત્માનંદમાં હાનિ થાય છે. જ્ઞાનગોચર આ પૂર્ણાનંદ સ્વભાવ જગતને વિસ્મય પમાડે છે. પૂર્ણાનંદ સ્વભાવની આ અદ્ભુતતા છે કે પરના સંગના ત્યાગથી તેની વૃદ્ધિ થાય છે અને પરભાવની પૂર્ણતાથી તેની હાનિ થાય છે. આત્માને સર્વસ્વરૂપના પ્રગટવાથી અનુભવાતે આનંદ, અનાદિની પ્રવૃત્તિમાં પ્રવર્તતા પુદ્ગલને આનંદ ભેગવનાર જગવાસી જીવેને નવાઈ પમાડનાર છે. શુદ્ધ સ્વરૂપની પૂર્ણતાવાળાને તે તે પોતાનું સ્વરૂપ હોવાથી કંઈ નવાઈ નથી. તેથી જ પૂર્ણાનંદના સાધનરૂપ વિશુદ્ધ સમ્યફ રત્નત્રયના સાધનમાં પ્રયત્ન કર્તવ્ય છે. 6 परस्वत्वकृतोन्माथा भूनाथा न्यूनतेक्षिणः / स्वस्वत्वसुखपूर्णस्य न्यूनता न हरेरपि // 7 //