________________ 18 જ્ઞાનમંજરી જ્ઞાનીઓ પૂર્ણતા રૂપે અંગીકાર કરે? ન જ કરે. એમ જાણીને ઉપેક્ષા જ જણાવી છે. તેથી જ અનાદિ કાળથી સ્વરૂપનું જેમને ભાન નથી તે પર વસ્તુમાં અભેદ પરિણામે તન્મયપણે પ્રવર્તતા હોવાથી તેમની માનેલી પૂર્ણતા પરની ઉપાધિથી ઉત્પન્ન થયેલી હોય છે. નિર્વિકલ્પ સંબંધી તે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ભેદ રત્નત્રયરૂપે ગણી પૂર્ણતા ગણીએ તે તે સ્વભાવરૂપ હોવા છતાં શરૂઆતના અભ્યાસ રૂપ હોવાથી અને તે ભેદ ટળી જવાનું હોવાથી સવિકલ્પ પૂર્ણતા કહેવાય; અભેદ રાત્રયરૂપે પરિણમેલા મહાત્માઓની સ્વાભાવિક પૂર્ણતા નિર્વિકલ્પ હોય છે. તત્ત્વસાધનના રસિક બની તે (નિવિકલ્પ પૂર્ણતા) સાધ્ય કરવા યોગ્ય છે. ઉપદેશ - શુદ્ધ શ્રદ્ધા, જ્ઞાનપૂર્વક રમણતાને અનુકૂળ વીર્યની પ્રવૃત્તિવાળા જ્ઞાની પંડિતની દૃષ્ટિ પૂર્ણાનંદ રૂપ અમૃતથી આજેલી હોય છે, તત્વજ્ઞાનીઓની દૃષ્ટિ સ્વસ્વરૂપના સ્વાભાવિક પૂર્ણ નિજ અત્યંત એકાંતિક નિદ્ધ% આનંદથી ભરપૂર છે, આત્મજ્ઞાનીઓ સ્વરૂપ-આનંદની પૂર્ણતાને જ પૂર્ણતારૂપે માને છે, તેમાં પુદ્ગલની પૂર્ણતાને સંકલ્પ નથી કારણકે તે ઉપાધિરૂપ છે એ તેમણે નિર્ણય કરેલો છે. પણ अपूर्णः पूर्णतामेति पूर्यमाणस्तु हीयते / पूर्णानन्दस्वभावोऽयं जगददद्भुतदायकः // 6 // ભાષાર્થ - ત્યાગ ભાવે, પુદંગલે અપૂર્યો એવો આત્મા પૂર્ણપણને પામે છે, વળી ધન, ધાન્યાદિ વડે પૂર્ણ થયા છતાં હાનિ પામે છે. પુદ્ગલના અનુપાદાને (નહીં ગ્રહવાથી, ત્યાગવાથી) જ્ઞાનાદિની પૂર્ણતા (થાય છે), પુદ્ગલના