________________ 20. જ્ઞાનમંજરી ભાષાર્થ - પર દ્રવ્યમાં પિતાપણું કરવાથી વ્યાકુળ ભાવવાળા પૃથ્વી પતિ રાજા પણ (અપિ પણ શબ્દ બહારથી અધ્યાહાર લે) પરની અપેક્ષાએ પિતામાં ઓછાઈ દેખવાના સ્વભાવવાળા છે આત્મદ્રવ્યમાં પોતાપણાનું જે સુખ નિરપેક્ષ, અનવછિન્ન (સ્વાધીન અને નિરંતર) આનંદ, તેથી પૂર્ણ છે તેને ઈન્દ્રથી પણ ઓછાઈ નથી. સ્વભાવસુખ સર્વને સરખું, ત્યાં અધિકતા, ઓછાઈ કેઈથી નથી. અનુવાદ - પરમાં કરી સ્વબુદ્ધિ તે, નૃપ પણ વ્યાકુળ ન્યૂન; સ્વસ્વત્વ સુખથી પૂરા, મુનિ ન ઇંદ્રથ ન્યૂન. 7 જ્ઞાનમંજરી :- પરવસ્તુમાં સંગના વેગે પિતાપણના ભાવથી થયેલી વિભાવ પરિણતિમાં પિતાપણને ભાવ થવાથી જેમને ઉન્માદ કે વ્યાકુળતા થઈ છે એવા પૃથ્વીપતિ પણ પિતામાં ઓછાઈ માનવાના સ્વભાવવાળા (અતૃપ્ત) જણાય છે. કારણ કે પરસંપત્તિમાં આસક્તિવાળાને અનંતકોટિ ચિંતામણિ રત્ન પ્રાપ્ત થાય તે પણ તૃપ્તિ થતી નથી, તૃષ્ણ અનંતગુણ હોવાથી સદાય અપૂર્ણતા રહેવાથી ન્યૂનતા (પિતાની ઓછાઈ) જ તેઓ (રાજાએ પણ) જુએ છે. તૃષ્ણા છે ત્યાં સુધી વિભાવ જ હેવાથી તેના ત્યાગમાં સુખ છે. આત્મામાં જ પિતાપણું માનવાથી ઉત્પન્ન થતું સુખ, આત્મસ્વભાવના નિર્ધાર, જ્ઞાન અને રમણતાના અનુભવરૂપ છે તે સુખથી પૂર્ણ મુનિને ઇંદ્રથી પણ કંઈ ઓછાઈ લાગતી નથી. કારણ કે તત્ત્વરસિક જ્ઞાનીને શુભ અશુભ અધ્યવસાયથી બાંધેલા પુણ્યના ફળને ભેગવનારા ઇંદ્રાદિ આત્મગુણોના