________________
વતનમાં
હતા. સાઠંબા પણ એક નાનું સરખું ટેટ છે. એ વાત બનવા જોગ છે કે આ બંને નાનાં રાજ્યોના પરસ્પરના સંબંધોને અંગે અમથાલાલ કેઈની ભલામણથી સાઠંબામાં આવીને વસ્યા હોય. કારણ કે અમથાલાલને રાજ્યની સાથેનો સંબંધ ઘણો સારો હતો.
સાઠંબામાં દશા શ્રીમાળી વણિક જાતિનું માત્ર એક જ ઘર હતું. ત્યાંના બધા જેનો ઓસવાળ વાણિયા છે. અને તે સૌ લેકની સાથે મુનિરાજના કુટુંબનો સંબંધ કુટુંબ જેવો જ હતો.
અમથાલાલ એવા કોઈ માલેતુજાર ન હતા. સામાન્ય સ્થિતિના મધ્યમ વર્ગના જ એ એક ગૃહસ્થ હતા. સાદાઈ અને સરળતાથી પિતાને જીવન ગુજારતા. તે વખતની સામાજિક રહેણી કરણીને અાજના વાયરા વાયા ન હતા.
દેશમાં સોંઘવારી હતી. નાની આવકમાં પણ માણસ સારી રીતે પિતાના કુટુંબન નિર્વાહ ચલાવી શકતો.
અમથાલાલ અફીણ અને બીજી પરચુરણ વસ્તુને વ્યાપાર કરતા. આ ધંધો એમણે ઘણાં વર્ષ સુધી જારી રાખ્યો હતો.
ત્યાંના દરબાર સાથે અમથાલાલને ઘરવટ જે સંબંધ. માત્ર રાજ્યકીય બાબતમાં જ નહિ પણ કૌટુમ્બિક કાર્યોમાં પણ દરબાર એમની સલાહ લેતા. આમ અમથાલાલની બુદ્ધિમત્તાનાં તેજ ઠેઠ દરબાર સુધી પચી ગયાં હતાં.
અમથાલાલને ત્રણ સંતાન હતાં—એક પુત્રી અને બે પુત્રો. પણ બીજો પુત્ર તો બાલ્યવયમાં જ મૃત્યુનો મહેમાન બન્યો હતે. પુત્રીનું નામ ચંચળબહેન.