________________
ખંડ ૧ લે
અમથાલાલને બીજા ચાર ભાઈઓ તથા એક બહેન હતાં. તેઓનાં નામઃ અનુક્રમે જોઈતારામ ગોપાળદાસ હરગોવિંદ જેઠાલાલ અને જીવીબાઈ હતાં.
વિદ્યાવિજ્યજીને જન્મ સાઠંબામાં થયો હતો પરંતુ એમના વતનના સંબંધમાં હજુ સુધી એ પોતે નિર્ણય કરી શકયા નથી. એમનાં સગાંસંબંધીઓના કહેવા ઉપરથી એમ લાગે છે કે તેમના બાપદાદાઓ દહેગામમાં રહેતા હતા. કેટલાકનું એમ પણ માનવું છે કે મુનિરાજનું કુટુંબ “નારમિયાની મુવાડી” નામના એક નાના ગામડાનું રહીશ છે.
દેહગામના મુનિરાજના સંસારી અવસ્થાના સંબંધીઓ ગૌરવ લે છે કે “વિદ્યાવિજયજી મહારાજ અમારા ગામના છે.” સાઠંબાવાસીઓ પણ આજ શબ્દોમાં પોતાના ગામનું ગૌરવ બતાવે છે. અને એમ ગૌરવ દર્શન કરવામાં ખોટું શું છે ? હાથકંકણને આરસીની જરૂર નથી હોતી. આવી મહાન વિભૂતિઓ પોતાના વતનના શણગાર રૂ૫ હોવાનું ગૌરવ કે ન લે? પિતાનાં જ્ઞાનતેજથી મુનિરાજની કીર્તિ ચોમેર, પ્રસરી છે. પિતાના વતનવાસીઓ એ માટે પોતાની જાતને ધન્ય માને. એમાં શી નવાઇ !
દેહગામ વડેદરા રાજ્યનું અમદાવાદથી અરઢ માઈલને અંતરે આવેલા એક પરગણાનું મુખ્ય શહેર છે. દશાશ્રીમાળી વણિક કામનાં ત્યાં દોઢસો-બસો ઘર છે. “નારમિયાની મુવાડી” દેહગામથી ત્રણ–ચાર ગાઉને અંતરે આવેલું છે. મુનિરાજના બાપ-દાદાઓ દેહગામમાં આવીને રહ્યા હોય કે દેહગામથી ત્યાં જઈને વસ્યા હોય–ગમે તેમ હોય પણ મુનિરાજના પિતા અમથાલાલ પોતાના જીવનનિર્વાહાથે-સાઠંબા આવીને રહ્યા હતા.'
અમથાલાલના પિતા કરસનદાસ “પુનાદરા સ્ટેટના કારભારી