________________
એટલે (૧) ભક્તિરાગ (૨) અરિહંતના વાસ્તવિક ગુણાનુ લેમાં પ્રખ્યાપન (સવિશેષ કીર્તન) અને (૩) ઉચિત ઉપચાર (ઉપચાર દ્રવ્યપૂજા અને ભાવપૂજા) આ રીતે વાત્સલ્ય ત્રિવિધ અર્થને પ્રસ્તુત કરે છે. તેમાં ભક્તિરાગ અતરંગ વસ્તુ છે. ગુણપ્રખ્યાપન લેકની સાથે સંબંધ ધરાવે છે, તે લેકના હૃદયમાં ભક્તિરાગ જન્માવે છે અને ઉચિત ઉપચારનો સંબંધ મન, વચન અને કાયાની સાથે છે. વચન અને મનથી ભાવપૂજા કરવાની હોય છે અને શરીરથી દ્રવ્યપૂજા. દ્રવ્યપૂજા વખતે પણ માનસિક ઊંચા ભાવો તો હવા જ જોઈ એ. આ ત્રણેને સર્વતોમુખી વિકસાવવાથી વાત્સલ્ય પ્રવર્ધમાન બને છે અને તેની પરાકાષ્ઠામાં શ્રી તીર્થકરનામકર્મની નિકાચના થાય છે.
શ્રી અરિહંત ભગવન્તના વાસ્તવિક ગુણોને અર્થી આત્માઓ સમજે, તેથી ભગવન્ત પ્રત્યે ભક્તિરાગ વધે અને તેઓ ઉત્તમ પ્રકારની દ્રવ્ય અને ભાવપૂજા કરી શકે, એ દિવ્ય આશયથી પ્રસ્તુત ગ્રંથશ્રેણીનું પ્રકાશન છે.
ભગવન્તની કૃપાથી મારા હૃદયમાં જાગેલા અહંદુ વાત્સલ્યને પ્રવર્ધમાન બનાવવા માટે હું આ પ્રયત્નો કરી રહ્યો છું.
નામમાં “રસ” શબ્દ ગુપ્ત છે. વાત્સલ્ય પોતે જ રસ છે. વાત્સલ્ય એટલે ભક્તિરસની પરાકાષ્ઠા. “પુષ્પરાવર્ત” શબ્દ દ્વારા હું ભગવન્તની કૃપા યાચું છુ અને ભગવન્તને પ્રાર્થના કરું છું કે
હે કૃપારસસિ! દેવાધિદેવ! તીર્થકર ભગવન્ત! આપની કૃપાથી, આપના પ્રભાવથી, આપના અનુભાવથી, આપની દયાથી, આપની કરુણાથી અને આપની અનુકંપાથી આ ગ્રન્થશ્રેણી આપના વિશેના ભવ્ય જીના વાત્સલ્યરસને પુ કરાવર્ત મેઘની જેમ વરસે. એક એક વષ એવી કરે કે જેથી ભવ્યજીના હૃદયક્ષેત્રમાં ભક્તિને અનુકૂળ પરમ ભાવોને સુનિષ્પન્ન કર્યા જ કરે.”
નામને સ્પષ્ટ કરવા જે જરૂરી હતું, તે પ્રદર્શાવીને વિરમું છું.
– લેખક