________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
૧૯ ધારણ કરે છે તે બન્ને પ્રકારના લોકોના પુણ્યને લીધે જ આ ધરતી ટકી રહી છે એવી મારી માન્યતા છે. આ વાત રાજા વિચારી રહ્યો છે.
હલકી પ્રકૃતિનાં લોકો (નીચ લોકો) હોય છે તેઓ થોડો પણ ઉપકાર કરીને શરીરમાં ક્યા સમાતા નથી ત્યારે ચોખ્ખી રીતે ઉપકાર કરવા છતાંય ગંભીર પ્રકૃતિનાં લોકો શરમને લીધે સંકોચાયા કરે છે.
દાક્ષિણ્ય ગુણ સુખ સંપત્તિને વધારનાર છે અને સુગતિની સાધનામાં સહાયતા કરનાર છે.
દાક્ષિણ્ય ગુણવાળા જીવોનાં ઉપકારને માટે જ્ઞાનીઓએ વાત કરી કે હે મહાનુભાવ! આટલા લાંબા સમય સુધી તેં સંસારનાં સુખો ભોગવ્યા છે છતાં પણ ધરાયો નથી તો શું મરણને કાંઠે આવેલો તું હવે પછી શું ધરાવાનો છે ? માટે હવે તો સંસારનો મોહ તજી દે. ધર્મની પ્રવૃત્તિઓમાં ઉધમ કર. જીવિત તુચ્છ છે, વિષયના વાર્તા વિકારોથી ભરેલા છે અનૈ આપણા મનરર્થીની મોટા વિપ્ન સમાન મૃત્યું હવે પાસે જ છે. (૮) ધૈર્ય ગુણઃ
જે પુરૂષ દાક્ષિણ્ય ગુણવાળો હોય છતાં તેનામાં ધૈર્ય ગુણ ન હોય તો તે આરંભેલા ધર્મકૃત્યને પુરેપુરું પાર પહોંચાડી શકતો
નથી.
ભલે ગમે તેવી આપદાઓ આવી પડી હોય, ધનનો નાશ થઇ જતો હોય, વા પોતાના સ્નેહીજનોનો વિરહ સહવાનો પ્રસંગ આવી પડે તેવું થવાનું હોય તો પણ જે ગુણને લીધે પુરૂષનું મન જરા પણ ચલિત ન થાય તે ગુણનું નામ ધૈર્ચ = ધીરતા. જેનામાં એવો ધૈર્ય ગુણ હોય તે જ પુરૂષ ધીર કહેવાય છે.
જ્યાં સુધી સંસાર છે વા જન્મે છે ત્યાં સુધી દેહ હોવાનો