________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
_
_
_
–
-
-
-
–
–
–
–
–
–
દક્ષતાના ગુણથી પરિપૂર્ણ હોય તો તે પૂજનીય થાય છે.
સંસારિક કાર્યોને પાર પામવામાં ચતુરાઇની જરૂર રહે છે તેમ ધાર્મિક કાર્યોને સાધવામાં પણ સવિશેષ ચતુરાઇની જરૂર રહે છે. એમ જ્ઞાની પુરૂષો કહે છે અને એવી ચતુરાઇ નિર્વાણની પણ જનક થઇ શકે છે. (૭) દાક્ષિણ્ય ગુણ :
માણસ ભલે દક્ષ હોય છતાં તેનામાં દાક્ષિણ્ય ગુણ ન હોય તો તે જગતમાં નિંદાપાત્ર થાય છે.
વૃત્તિમાં શુભ આશય હોય, માત્સર્ય દોષ મુદલ ન હોય, એટલું જ નહીં પણ માત્સર્યને દૂર રાખવાનો પ્રબલ પ્રયત્ન હોય અને એ રીતે અર્થાત્ માત્સર્ય વિનાના શુભ આશય પૂર્વક બીજાના કાર્યો તરફ્તી પ્રવૃત્તિ હોય તો તેને દક્ષિણ્ય કહેવામાં આવે છે.
શાસ્ત્રમાં પણ સુધર્મની સિદ્ધિ કરવા માટે દાક્ષિણ્ય ને જ એક લિંગ હેતુ તરીકે કહેલું છે.
દાક્ષિણ્ય વિનાનો પુરૂષ રૂ ની પેઠે લઘુતાને પામે છે. માણસોને માટે દાક્ષિણ્ય ગુણ અલંકાર સમાન છે. દાક્ષિણ્ય ગુણ ખોધા વિના મળતા ધનના લાભ જેવો છે. ઉન્નતિનું સ્થાન છે. એક અસાધારણ વશીકરણ છે. વળી ગુણ શ્રેણી ઉપર ઉત્તરોત્તર આગળ ચડવા માટે દાક્ષિણ્ય એક નિસરણી સમાન છે. એટલે જે લોકો કોઈ પ્રકારનો ખેદ કર્યા વિના જ દાક્ષિણ્ય ગુણને ધારણ કરે છે તેઓ જગતમાં પૂજનીય થાય છે.
જે સ્થાને પ્રાણીઓ કમોતે મરેલા હોય છે તે સ્થાને જતાં જ તેમને દિશા મૂઢતા વગેરે ચિત્તની વ્યથાઓ થઇ આવે છે.
જે લોકો બદલાની અભિલાષા રાખતા નથી અને જે લોકો પોતે બીજા પર કરેલા ઉપકારને પણ વીસરી જાય છે અથવા જે લોકો કોઇએ કરેલા ઉપકારને જ યાદ કર્યા કરે છે અને કૃતજ્ઞતાને