________________
–
–
–
–
–
–
–
–
–
–
–
–
–
–
–
ચૌદ ગુણસ્થાનિક ભાગ-૨ – – – – – – – – અને હલકા પણું પેદા કરનારી છે. માયાને-કપટમય આચારને ડાહ્યા માણસો વખોડે છે. નીચ લોકો જ માયામાં પડ્યા રહે છે.
લોભાવિષ્ટ લોકોને ડગલે ને પગલે અનર્થો થયા કરે છે, ધન વગેરેનો લાભ થતાં પણ સંતોષ થતો નથી. અને ચોરીરાજદંડ-આગ વગેરેનો ભય તો ઉભો જ છે. વળી ધન કમાવવામાંતેને સાચવવામાં અને તેને વધારવામાં શરીરને ભારે સંતાપ થાય છે તેને ભોગવવામાં પણ દુઃખ જ છે જેઓ ધનથી વિરામ પામેલા છે તેમને પરમ સુખ છે.
જ્યાં સુધી ક્રોધાદિમાં મન મલિન થતું નથી ત્યાં સુધી જ બધા ગુણો બરાબર રહે છે ત્યાં સુધી જ મતિ કામ કરે છે અને જગતમાં યશ વધે છે અને ત્યાં સુધી જ લોકો દેવ અને ગુરૂની પેઠે પૂજે છે. (૬) દક્ષત્વ ગુણ :
જે દક્ષ પુરૂષો હોય છે તેઓ જ શિખામણોને યોગ્ય હોય છે. ગુણોનું ભાન હોય છે અને મોક્ષ પણ તેઓ જ મેળવી શકે
છે.
| ગમે તે કામ કરવામાં-શિલ્પ રચવામાં તેમજ વેપાર વણજ વગેરેની પ્રવૃત્તિઓમાં અને દેશકાળ પ્રમાણે ચાલતી તમામ પ્રવૃત્તિઓમાં જે વગર વિલંબે પ્રવૃત્તિ કરે અને પોતાનું કાર્ય સાધે તે દક્ષ. અથવા જે અનેક ક્રિયાઓ કરી કરીને સિધ્ધ હસ્ત બનેલો છે તેને દક્ષ સમજવો.
અથવા મૂખનો ઇંગિત આકાર-અમુક પ્રકારનાં શારીરીક સંકેતો વા અમુક પ્રકારના નિશાનો વગેરે વડે બીજાના ચિત્તના ભાવને જાણી શકે તેને પણ દક્ષ કહેવામાં આવે છે.
જે પુરૂષ શાસ્ત્રનો પરમાર્થ સમજવામાં અનિપુણ હોય, ઓછા જ્ઞાનવાળો હોય અને હીણી પ્રકૃતિ વાળો પણ હોય છતાંય જો તે