________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
૧૫ તારો બીજો દીકરો-બીજાની પાસે ગર્વ કરીને સામાને ધમકાવીને સોનું વગેરે લાવ્યો અને તારી પાસે વાત કરી તેની પણ તેં ખૂબ પ્રશંસા કરી તેથી તે એ રીતે કરવા લાગ્યો.
તારો ત્રીજો દિકરો - ધાતુવાદી-કિમિયાગર બનવાનો ઢોંગ કર્યો. તેનાથી ભોળા માણસોને ઠગીને ધંધો કરવા માંડ્યો. આવી રીતે લુચ્ચાઇથી પૈસા લાવતો તેમાં તેને આનંદ થયો અને પ્રશંસા કરવા લાગ્યો. તેથી તે તારો પુત્ર તેમાં પાવરધો થયો.
ચોથો પુત્ર - લોભાવિષ્ટ હતો તેથી ધન કમાવા માટે દરિયાપાર ગયો અને થોડું ધન કમાવીને આવ્યો. મહાધનાઢ્ય કોઇ બાવો મલ્યો તેનો ભેટો થયો અને તારો દિકરો તેનો ચેલો થઇ ગયો. વિશ્વાસ પૂર્ણ પેદા કરીને એક દિવસ તેનું બધું ધન લઇને ભાગીને તારી પાસે આવ્યો. હકીકત બધી કીધી. તને આનંદ થયો અને એ પ્રમાણે તે વારંવાર કરતો થયો. આ રીતે ચારે છોકરાને તે તે અનર્થકર ક્રોધાદિકની પ્રવૃત્તિમાં સ્થાપિત કર્યા.
કેટલીકવાર દૈવવશાત્ કૃત્ય કરતાં પણ ગમે તેમ કરીને લક્ષ્મી મલી જાય છે તો પણ તે લક્ષ્મી ઝેર ભેળવેલા ભોજનની પેઠે મરણનું જ કારણ થાય છે.
તે ચારેય દિકરાઓ તે સંસ્કાર ક્રોધાદિના મજબૂત કરીને ભટકતાં ભટકતાં આ જન્મમાં પણ તારે ત્યાં જન્મેલા છે અને અહીં પણ એ જ પ્રવૃત્તિ કરે છે અને તને વિડંબના પમાડે છે.
એ જ કારણથી તારો પહેલો દિકરો ભારે ઝૂરવૃત્તિનો થયો છે ક્રોધને લીધે તેની આંખના ખૂણાં હંમેશા લાલ જ રહે છે. નિર્દય અને ચંચલ બનેલો તે પ્રાણિવધમાં પ્રવૃત્ત થયેલો છે.
તારો બીજો દિકરો પહાડના સ્તંભની પેઠે અડ હોઇ નમ્રતા વિનાનો, કઠોર બોલનારો, બીજાની નિંદા કરવામાં તત્પર, પોતાની જ શ્લાઘા કરનારો અને વિનય હીન નિવડેલ છે.