________________
ચૌદ ગુણસ્થાનક ભાગ - ૨
તારો ત્રીજો પુત્ર કપટ કરવાના દોષને લીધે આ ભવમાં સ્ત્રી ભાવને પામેલો છે. અને તે નાગણની પેઠે શરીરથી અને મનથી પણ વક્ર બનેલો દેખાય છે અને આ તારી ચુડલી નામની કન્યાનો અવતાર પામેલ છે.
૧૬
આ તારો ચોથો પુત્ર પણ સંતોષ વગરનો છે એથી જ એનું શરીર દુબળું છે અને લોભને લીધે તેને ક્યાંય પણ ચેન પડતું
નથી. તેથી જ તે આમતેમ રખડ્યા કરે છે.
આ ચારેય દિકરાઓ તને પોતાને, બીજાઓને અને પોતાની જાતને દુ:ખ દેનારા છે.
એ દુષ્ટ કષાયોની વિરૂધ્ધ અનુષ્ઠાનો કરવાથી એમના પંજામાંથી છૂટકારો મેળવી શકાય.
તે અનુષ્ઠાનો આ પ્રમાણે છે.
જ્યારે જ્યારે મનમાં ક્રોધનો લેશ પણ સંચાર થાય ત્યારે ત્યારે એવો વિચાર કરવો જોઇએ કે આ ક્રોધ મહાપાપરૂપ છે. આખા શરીરને સળગાવી નાખે એવો છે અને દુશ્મનાવટોનો ભાઇ છે અર્થાત્ વૈરને વધારનારો છે. આ પોતાને અને બીજાને (બીજાં બધાને) ઉદ્વેગ કરાવે એવો છે, સુગતિ નગરીનાં બારણાં બંધ કરવાને ભોગળ સમાન છે. જે લોકોએ આવા ક્રોધને દૂરથી જ તજી દીધો છે તે લોકો ધન્ય છે અને પુણ્યવંત છે.
મનમાં અહંકારનો ભાવ લેશ પણ ઉભો થાય ત્યારે અહંકારની ભયંકરતાનો વિચાર કરવો જોઇએ. અહંકારની વૃત્તિને લીધે આઘાત પામેલા અક્કડ બનેલા લોકો પોતાના ગુરૂને પણ નમતા નથી અને પૂજતા પણ નથી. અહંકાર શ્રુતજ્ઞાનનો અને સદાચારનો ધ્વંસક છે. ત્રિવર્ગની સંપત્તિ ન પામવા દેવા સારૂ કેતુ ગ્રહ જેવો છે. દુર્મતિ અને જીયાનો એ મોટો ખીલો છે. હાય ! હાય ! એવો અહંકાર મહા મુશીબતે તજી શકાય એવો છે.
માયા મહાદુષ્ટ છે, લોકોના વિશ્વાસનો નાશ કરનારી છે