________________
૧૪
ચૌદ ગુણસ્થાનક ભા|-૨ રોગીઓની હદ સમાન-કુદર્શનની આરસી-દારિદ્રય અને ઉપદ્રવોનો નિવાસ એવો અત્યંત અળખામણો એક ઘરડો માણસ પિશાચ જેવા પોતાના ચાર છોકરાઓ સાથે ત્યાં આવી પહોંચ્યો. ભગવાનને કહ્યું કે મારા આ આકરા દુઃખોને મટાડવા માટે આપને થોડુંક પૂછવાની ઇચ્છા રાખું છું. ભગવાને કહ્યું કે જે પૂછવું હોય તે બોલ. ત્યારે ઘરડો માણસ બોલ્યો કે-હું આ નગરીનો રહેવાસી છું અને જન્મથી કંગાળ છું. મારે આ ચાર છોકરા થયાં છે એનાં નામો - (૧) ચંડ (૨) પ્રચંડ (૩) ચુડલી છોકરી (૪) વોમ.
પહેલો પુત્ર ભારે કજીયાવાળો છે અને બધા લોકોને ઉગ કરે એવો છે.
બીજો ભારે અભિમાની પોતાની જ બડાઇ હાંકનારો અન્યનું અપમાન કરનારો અને વિનય વગરનો છે.
ત્રીજી મારી છોકરી અનર્ગલ બોલનારી અને વક્રચિત્તવાળી છે.
તથા ચોથો છોકરો તો બધાય દોષોનું ઘર છે.
પૂર્વ ભવમાં એવાં શા પાપ કર્યા છે કે જેને લઇને મારે આવું કઠોર દુઃખ સહન કરવું પડે છે.
ભગવાને કહ્યું કે દેવાનુ પ્રિય ! સાંભળ. આજથી પૂર્વના સાતમા ભવમાં કુષ્માપુર નામના નગરમાં ચરણોની બહુ ઋચાઓને જાણનારા બ્રાહ્મણોની વચ્ચે તું દુર્ગ નામનો બ્રાહ્મણ હતો ત્યાં પણ તને આજે છે એજ ચાર છોકરા હતા. તે ચારેને યોગ્ય કળાઓ શીખવાડીને કુશળ કર્યા. ધનની આવક ઓછી થઇ જતાં પુત્રોને વાત કરી. છોકરાઓએ કહ્યું હે પિતાજી ! તમે નિરાંત રાખો અમે પ્રયત્ન કરશું. તું બોલ્યો કે તમે કહ્યું તે યુક્ત જ છે.
તારો પહેલો દીકરો-કાકાને ત્યાં મેમાન થઇને ત્યાં ગુસ્સો કરીને રૂપિયા લઇ આવ્યો તે તને સારો લાગ્યો તેની તે ખૂબ પ્રશંસા કરી તેથી તે વારંવાર ક્રોધ કરી પૈસા લાવતો થયો.