Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
થયા પછી એક યથાર્થ પરિણમન જેવી અવસ્થા જીવમાં આવતી હોય છે. જેમ ઉપદ્રવ વગરનું પાણી પોતાની મેળે નિર્મળ થતું હોય છે, તેવી રીતે ઉપદ્રવ અવસ્થામાં વિભાવનું તાંડવ ઓછું થતાં એક સમ અવસ્થા આવે છે. આ સમ અવસ્થા તે શુદ્ધ સ્વરૂપની પૂર્વભૂમિકા છે. જેમ સૂર્યોદય થયા પહેલા અરુણોદય થાય છે અને ફળ પાકયા પહેલા તેની મીઠી સૌરભ ફેલાય છે. એમ કોઈ પણ પદાર્થની કે જીવની શુદ્ધ અવસ્થા પ્રગટ થાય, તે પહેલા તેની અનુકુળ એવી પૂર્વ અવસ્થાઓ પણ હોય છે. અનંત કાળક્રમમાં કયારેક કર્મોના વિક્ષેપના અભાવે અને મોહનીય આદિ કર્મોની સ્થિતિ લઘુ થતાં આવી શાંતિમય પૂર્વ અવસ્થાઓ પ્રગટ થાય છે અને આ પૂર્વ અવસ્થાના પ્રતિબિંબ જીવાત્માના જ્ઞાનમાં પડે છે, ત્યારે કોઈ પણ નિમિત્તનું અવલંબન કર્યા વિના સ્વતઃ સ્વબળે કે અનુકુળ પર્યાયોનું અવલંબન કરી જીવ પુરુષાર્થ કરે છે. ઉમાસ્વાતીએ નિઃસર્ગ શબ્દથી આ અવસ્થાનું વર્ણન કર્યું છે.
કષાયો બહુધા શેષ થતાં સ્વતઃ જે ભાવ પ્રગટ થાય તે નિઃસર્ગભાવ છે, પ્રાકૃતિક ભાવ છે. આ ભાવના અવલંબનથી જીવ શુદ્ધ ભાવને પ્રાપ્ત કરે છે. જો આ ભાવ ન આવ્યો હોય અને આ ભૂમિકાનો સ્પર્શ થયો ન હોય તો એ જીવ માટે મોક્ષમાર્ગ લુપ્ત થાય છે. આ છે એની આંતર્દશાની લુપ્ત થવાની અવસ્થા. લુપ્ત થવાનું આ અત્યંતર કારણ છે. આ અવસ્થામાં અર્થાત્ પુરુષાર્થ કરવાના સમયે, વિપરીત ઉપદેશકોના કારણે વિપરીત બુદ્ધિનું પ્રતિબિંબ પડે અને મોક્ષ માર્ગ લોપાય તો નિમિત્ત માત્રથી તે ઉપદેશક આરોપનો અધિકારી બને છે.
વસ્તુતઃ ઉપદેશક પણ એક વ્યકિત જ છે અને તેને મિથ્યાત્ત્વ આદિ પ્રબળ ભાવો વર્તે છે. એટલે તેને માટે મોક્ષમાર્ગ લુપ્ત થઈ જાય છે.
અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે મોક્ષમાર્ગનો લોપ થતો જ નથી. પરંતુ આવા કોઈ આત્યંતર કર્મજન્યના કારણે જીવોની દૃષ્ટિમાં માર્ગ અવરોધાતો હોય છે. આવા અવરોધોમાં ઘણી વખત બાહ્ય નિમિત્ત નિમિત્તરૂપે ભાગ ભજવતા હોય છે. જ્યારે વાસ્તવિક દશા નિરાળી જ છે. જે વકતાની દૃષ્ટિમાં સાચા માર્ગની તેમને ઉપલબ્ધિ થઈ છે. તેને કરુણામય ભાવોથી વ્યથા થાય છે કે શું આ સાચો માર્ગ ખોવાય ગયો છે ? આવા કરુણાભાવથી સ્થૂળ શબ્દો તેમના મુખથી સરી પડે છે, જે વ્યવહારનયને આશ્રિત ઉદ્ભવેલા શબ્દો છે પરંતુ આપણે સાચા અર્થમાં તેની વ્યાખ્યા કરી વસ્તુતઃ લોપનો ભાવ સમજીએ તો જ આ પદથી ઉપકાર થાય તેવું છે.
અહીં સ્થિતિ એવી થઈ છે કે કોઈ માણસ આંખ બંધ કરીને એમ કહે કે અંધારુ છે અને પ્રકાશનો લોપ થઈ ગયો છે. વાસ્તવ પ્રકાશનો લોપ થયો નથી. પોતે જ આંખ બંધ કરી છે. જેથી એ વ્યકિત માટે, તે તે સમય પૂરતો પ્રકાશનો લોપ થયો છે. લોપ થવા પાછળનું આ સત્ય સમજાય તો સાધક સતર્ક બની શકે તેમ છે.
અહીં આપણે લોપની વ્યાખ્યા સાથે માર્ગની વ્યાખ્યા કરી છે. કારણ કે લોપ થયો તે વિશેષણ માર્ગનું છે. મોક્ષ લુપ્ત થયો છે તેવું કહેવાનું તાત્પર્ય નથી, પણ માર્ગ લુપ્ત થયો છે તેવું કહેવાનું તાત્પર્ય છે. હવે આપણે આ મહાન યોગીરાજના ઉત્તમ શબ્દો જે ગૂઢભાવે ગવાયા છે તેના ઉજ્જવળ પાસાને સ્પર્શ કરી રહ્યા છીએ. આ બીજી ગાથાના પૂર્વાર્ધમાં જે મુખ્ય શબ્દ છે તે મોક્ષ
૨૬
IF AH