Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
ઘડિયાળ પોતાના અસ્તિત્ત્વમાં બરાબર છે. તે જ રીતે અહીં કેટલાક મુમુક્ષુ જીવો મોક્ષના અભિલાષી હોવા છતાં સમ્યકત્વના અભાવે સાચા માર્ગને પકડી શકતા નથી. તો તેવા જીવોના જ્ઞાનને આધારે તેના પૂરતો જ તે માર્ગ લુપ્ત થયો છે, તેવો શબ્દ પ્રયોગ થાય છે.
વસ્તુતઃ આ શબ્દ સત્યથી દૂર છે, કારણ કે મોક્ષમાર્ગ તો ત્રિકાળી સત્ય છે. તેનો લોપ થવાનો સંભવ નથી. અનંત કાળથી અનંત મોક્ષગામી જીવો આ જ માર્ગથી મુકિત પામ્યા છે અને આગળ પામતા રહેશે. આ માર્ગ તો શાશ્વત સત્ય છે. જેથી કવિને “વર્તમાન આ કાળમાં” એમ કહેવું પડયું. જો કે આપણે વર્તમાનકાળની પણ સૂક્ષ્મ વ્યાખ્યા કરી ગયા છીએ. જેથી અહીં મોક્ષ માર્ગ લુપ્ત થયો છે તેમ કહેવાનું તાત્પર્ય સ્પષ્ટ કરતા કહેવું જોઈએ કે આવા સાચા સાધક લુપ્ત થયા છે અથવા તેમની ક્ષાયોપશમિક, જ્ઞાનજન્ય બુદ્ધિના અસ્તિત્ત્વમાં તેને માટે માર્ગની સમજ લુપ્ત થઈ જાય છે. જેમ કોઈ કમળાના રોગીને ઉજ્જવલ પ્રકાશ પણ પીળો દેખાય છે. પ્રકાશ તો સત્ય જ છે પરંતુ તે બિમારને માટે તેના આવરણને કારણે તેના પૂરતો તેની નજરથી તે લુપ્ત થઈ જાય છે. ' લખતા શું છે ?
અહીં “મોક્ષ માર્ગ લોપ” કહેવામાં આવ્યો છે, તે કોઈ વ્યકિતના આધારે કહેવામાં આવ્યો છે બધા સાધકો માટે લુપ્ત થતો નથી. તેથી જ કવિશ્રી સ્વયં સચેત છે. તેઓએ બહુ' શબ્દ વાપર્યો છે. “બહુ શબ્દથી જ સ્પષ્ટ થાય છે કે મોક્ષમાર્ગ શાશ્વત છે. કોઈ અજ્ઞાની જીવના આધારે જ લુપ્ત છે.
હવે આપણે જરા લુપ્ત થનારી ક્રિયામાં ઊંડાઈથી વિચાર કરીએ કે મોક્ષમાર્ગ કયારે લુપ્ત થઈ શકે? ભૌતિક રીતે, સ્કૂલ દષ્ટિએ આવો સવળો ઉપદેશ આપનાર ઉપદેશકો માટે આરોપ થઈ શકે છે કે તેઓ મોક્ષમાર્ગને લુપ્ત કહે છે. અથવા મોક્ષ માર્ગથી લુપ્ત થયા છે પરંતુ આ બાહ્ય નિમિત્ત કારણો છે. વાસ્તવિક કારણ જીવની આંતરદશા છે અને આંતરદશામાં કર્મનો ખેલ ચાલતો હોય છે. જેમાં જ્ઞાનાવરણીય અને મિથ્યાત્વમોહનીયકર્મ રૂપ બે પ્રચંડ તટ છે. જે દ્રષ્ટા સામે વિપરીત નાટક ઊભું કરે છે. અને ઉદયમાન પરિણામોથી જીવના સમ્યફ બોધને આવરે છે. મિથ્યાત્વ મોહનીય કર્મની સ્થિતિ યથાર્થ ભાવે પરિપકવ ન થઈ હોય ત્યાં સુધી જીવાત્મા પુરુષાર્થ કરવા માટે નબળો પડે છે. અહીં પુરુષાર્થની એક તક છે, જીવાત્મા કોઈ કોઈ નિમિત્તનું કે સ્વતઃ પોતાનું અવલંબન કરી અપૂર્વકરણનો સ્પર્શ કરે છે.
એટલા માટે જ ઉમાસ્વાતિએ સ્પષ્ટ કર્યું છે કે “ત૬ નિસાત્ માનદ્ વા અહીં મોક્ષશાસ્ત્ર સ્પષ્ટ કરે છે કે જીવ કોઈ નિમિત્તથી અથવા પોતાના સ્વબળે કરી પોતાના જ નિમિત્તના આધારે આત્મસ્વરૂપનો આશ્રય મેળવે છે.
સ્વબળે પોતાનો આશ્રય એટલે શું?
અહીં સ્વયં જે આત્માનું અધિષ્ઠાન છે તે ઘણા સ્વાભાવિક ચારિત્રના પરિણામો વર્તતા હોય છે પાછલા વૈરાનુબંધના અભાવે કે એવા બીજા કોઈ પણ કષાયોના અભાવે સ્વતઃ સંસારથી સંતુષ્ટ
|||||||||||III wil|BHAI[LI[Tillu||||||||||||||||||||||T
illlllllHISHHHHAlink
થાપાના ૨૫ બાદ