Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
એટલો જ છે કે લક્ષની નિકટવર્તી થવાનો અને લક્ષના આંશિક અનુભવો સાથે આગળ વધતી જતી જે સ્વભાવદશા છે, તેને જ માર્ગ કહ્યો છે._
માર્ગ બરાબર છે કે કેમ તેને માટે માઈલસ્ટોન, કે બીજી સૂચના આપનારા બોર્ડ લાગેલા હોય અથવા કોઈ નિર્દેશક સાચા માર્ગને આંગળી ચીંધીને બતાવતા હોય એવા કોઈ પણ નિમિત્ત હોય અથવા ગંતા તે દિશામાંથી પ્રકાશ આવી રહ્યો છે કે દિશાને આધારે સ્વયમ્ માર્ગનો નિર્ણય કરી સાચે માર્ગે જતો હોય તો અહીં નિમિત્ત અને સ્વતઃ પોતાનું બૌધિક નિમિત્ત, એ બન્નેના આધારે જે સાચા પગલા ભરાય તેને માર્ગ કહેવામાં આવે છે.
એક માર્ગ એવો છે કે જનાર જતો રહે છે. તે માર્ગ પોતાની જગ્યાએ પડયો રહે છે. જ્યારે એક માર્ગ એવો છે કે જનાર પોતાની અંદર માર્ગને સંકેલી દે છે. અર્થાત્ માર્ગને સાથે લઈને ચાલે છે. અહીં સ્પષ્ટ સમજાય એવું છે કે માર્ગને સાથે લઈને ચાલવાનો અર્થ જ્ઞાનાત્મક ભાવ છે. અર્થાત્ માર્ગ જ્ઞાનમાં સંકેલાય છે અને માર્ગનું જ્ઞાન સાથે ચાલે છે. એટલે માર્ગ પણ સાથે ચાલે છે તેમ કહેવું અનુચિત નથી. ભૌતિક માર્ગમાં પણ જનાર પોતાના મનમાં માર્ગનું ચિત્ર લઈને જ આગળ વધતો હોય છે અસ્તુ.
અહીં તો આધ્યાત્મિક જ્ઞાનાત્મક માર્ગ છે અને આખો માર્ગ અનુભવગમ્ય છે. અનુભવ માટે સમાવિષ્ટ થયેલો છે, અનુભવને આધારે આ માર્ગ મુકિત તરફ લઈ જાય છે. મુકિતનો અનુભવ પણ કરાવે છે, મુકત દશામાં સ્નાન પણ કરાવે છે. કેવો આ અલૌકિક મોક્ષ માર્ગ છે ! અહીં માર્ગ કહેવાનો મતલબ ઉચ્ચ કોટિની સાધન વ્યવસ્થા છે, શુદ્ધ સાધનો છે અને આ શુદ્ધ સાધનને જ માર્ગ કહ્યો છે. મંજીલે જવાનો માર્ગ મંજીલ ઉપર જનારના અનુભવમાં, શકિતમાં અને જ્ઞાનમાં સમાયેલો છે. કોઈ પ્રકારની કચાશ કોઈ બાહ્ય નિમિતોથી પૂર્તિ થતી હોય તો તેનું આંશિક મહત્ત્વ છે અને તેનો પણ માર્ગમાં સમાવેશ કરી દેવામાં આવે છે.
- સાધન અને માર્ગ શબ્દમાં સૂક્ષ્મ તફાવત એ છે કે સાધન કરણ રૂપ છે. કોઈ પણ કાર્યમાં કર્તા, કારણ, કરણ અને કર્મ, એ બધાનો વિવેક થાય છે અને કરણને સાધન તરીકે સ્વીકારે છે.
અહીં ધ્યાનમાં એ રાખવાનું છે કે કરણની જેમ અધિકરણ પણ મહત્વપૂર્ણ છે. અધિકરણ કરણની કોટિમાં આવે છે. માર્ગ શબ્દનો પ્રયોગ કરવામાં અધિકરણનો પણ ઉલ્લેખ થાય છે. અર્થાત કોઈ ભૂમિકા ઉપર રહી તે ભૂમિકાને આધારે સાધક આગળ વધે છે ને પ્રત્યેક ભૂમિકાનો ત્યાગ કરતો જાય છે. આ ભૂમિકા એક પ્રકારે સાધકનું અધિકરણ છે. જેમ બાહ્ય માર્ગ કોઈ ભૂમિ ઉપર અંકિત છે, ભૂમિ માર્ગનું અધિકરણ છે, ચાલનાર વ્યકિત તે અધિકરણ ભૂમિનું એક એક ડગલું પાર કરતો જાય છે, નવી ભૂમિકાને સ્પર્શ કરતો જાય છે ત્યારે આવા લોમવિલોમ ભાવોને સમજવા માટે “માર્ગ' એમ કહીને કરણ અને અધિકરણ બંનેનો ઉલ્લેખ થયો છે.
રત્નત્રય પણ એવો એક માર્ગ છે જે આત્મતત્વની કોઈ એક પર્યાયાત્મક ભૂમિકાનો આધાર લઈ સાધક આગળની ભૂમિકાની ગવેષણા કરે છે, આગળની ભૂમિકાને સ્પર્શ કરે ત્યારે એક ભૂમિકાનો ત્યાગ કરે છે અને આ લોમ વિલોમ સ્પર્શ અને ત્યાગ બને અવસ્થા માટે જે પુરુષાર્થ થઈ રહ્યો છે તેનું અહીં માર્ગ તરીકે સંબોધન કર્યું છે. માર્ગ એક પ્રકારની શુદ્ધ ઉપયોગ અવસ્થા
Bll
illumilીરી