Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
કરી દેવાતો હોય છે. મુકિત પણ છે ને માર્ગ પણ છે. આ બન્ને તત્ત્વો ત્રિકાળવર્તી છે પરંતુ જ્ઞાનમાં ભ્રમ થવાથી વ્યકિતના મનમાં અજ્ઞાનને કારણે માર્ગ લુપ્ત થાય છે.
અહીં આપણે માર્ગ વિષે ને માર્ગના લોપ વિષે બને ભાવોથી વિચાર કરીશું.
માર્ગની ગવેષણા : મહાન આચાર્ય ઉમાસ્વાતિજીએ મોક્ષમાર્ગની સ્પષ્ટ વ્યાખ્યા આપી છે. “ સ ર્જનશાનવારિત્રાળ મોક્ષમા” ! આ રત્નત્રયીને તેમણે “મોક્ષમાર્ગ” તરીકે વર્ણવ્યો છે. જો કે અહીં પણ બને શબ્દો સંયુકત છે. મોક્ષ અને મોક્ષમાર્ગ. આપણે અહીં સ્પષ્ટપણે “માર્ગનો વિચાર કરીશું. ગંતવ્ય સ્થાન અને ગમનનો રસ્તો. તેમાં ગમનના રસ્તાને માર્ગ કહેવામાં આવે છે. ભૌતિક દષ્ટિએ માર્ગ અને ગંતવ્ય સ્થાન બને ભિન્ન ભિન્ન હોય છે પરંતુ અહીં અલૌકિક માર્ગની વ્યાખ્યા છે. માર્ગ બે પ્રકારના છે. એક માર્ગ વ્યવહારિક દૃષ્ટિએ લક્ષની નિકટ લઈ જાય છે, જેમ જેમ ગંતા કદમ કદમ આગળ વધે તેમ તેમ ગંતવ્ય નિકટ આવે છે. આ માર્ગને આપણે વ્યવહારિક માર્ગ કહીએ છીએ. જ્યારે નિશ્ચયમાર્ગનું સ્વરૂપ જુદુ છે. આ માર્ગના ઉદરમાં લક્ષ પણ આંશિક રીતે સમાયેલું છે. માર્ગના જેટલા “ભાવ” છે તેટલા “ભાવ” લક્ષના પણ છે. દા.ત. જેમ પૂરીને કડાઈમાં તળવામાં આવે ત્યારે પૂરી પૂરેપૂરી પાકે તે લક્ષ છે. પૂરીને પકાવવાનો માર્ગ તે અગ્નિ તથા ગરમ તેલ છે પરંતુ અહીં “લક્ષ' અને માર્ગને તાદાત્મ ભાવ છે. પ્રત્યેક ક્ષણે માર્ગની એક એક અવસ્થા લક્ષનું નિર્માણ કરતી જાય છે. અર્થાત્ પ્રત્યેક પળે આ ગરમ તેલ પૂરી સાથે એકમેક થઈને પૂરીને પકાવતું જાય છે. અહીં સાધન અને સાધ્ય એક અપેક્ષાએ તદાકાર છે. આનો અર્થ એ થયો કે સાધ્યની અપરિપકવ અવસ્થાને માર્ગની પ્રત્યેક ક્ષણની સાધના પરિપકવ બનાવતી જાય છે. આમ માર્ગ અને લક્ષ બને એકાકાર હોવા છતાં પર્યાય ભેદે બને ભિન્ન ભિન્ન અવસ્થાને ભજે છે. આ વાત અનુભવગમ્ય હોવાથી શબ્દમાં ઉતારવી કઠિન છે છતાં આપણે અહીં પ્રયાસ કરી રહ્યા છીએ.
હવે આપણે આ આધ્યાત્મિક માર્ગને જોઈએ. સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રની ત્રિવેણી, મોક્ષમાર્ગ છે. તે માર્ગનું અવલંબન લઈ સાધક એ માર્ગ ઉપર પ્રયાણ કરે છે. અર્થાત્ ક્ષણે ક્ષણે વર્ધમાન પરિણામોને અનુભવતો આગળ વધે છે અને પ્રત્યેક ક્ષણે તેને પોતાની મુકિતનું પણ ભાન થતું જાય છે. અર્થાત્ કોઈને કોઈ કર્મ ચેતનાથી તે મુકત થતો હોય તેવું લાગે છે. જેમ કોઈ કરજદાર લાખ રુપિયાનો કર્થો ધરાવે છે ત્યારે કરજ દેનાર તેને પોતાને ત્યાં કામ આપીને એમ કહે કે તારા રોજના ૫૦૦ રૂપિયા જમા થશે. આ કરજદાર તે માર્ગનું અવલંબન લઈ ચાકરી શરું કરે છે. જેમ જેમ તેના ચાકરીના દિવસો વધતા જાય છે, તેમ તેમ તે મુકત થતો જાય છે. આમ તેની સાધના અને કર્જમુકિત બને તાદાત્મય ભાવે અનુભવાય છે. આવા બીજા સ્થૂળ દ્રષ્ટાંતો આપી શકાય. અહીં સાધક પણ આ સમ્યગદર્શન આદિ ત્રિવેણીમાં જેમ જેમ સ્નાન કરતો જાય છે, તેમ તેમ તેના કર્મબંધનના મળ છુટા પડતા જાય છે અને પોતાની આંશિક મુકિતનો તે અનુભવ કરે છે. આ ત્રિવેણીનો માર્ગ જ્યારે સોળે કળાએ ખીલી જાશે, ત્યારે પરિપૂર્ણ મુકિતનો પરિપાક થતાં આત્મતત્ત્વ સંપૂર્ણ પરમાત્મા રૂપે પ્રકાશી ઊઠે છે. અહીં આપણે માર્ગની વ્યાખ્યાને સૂક્ષ્મ ભાવે નિહાળી રહ્યા હતા. અહીં માર્ગ કહેવાનો અર્થ
૨૨ -