Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
પારંપારિક મુકિત છે અસ્તુ.
અવે અહીં આપણે “સાક્ષાત્ મુકિત શું છે ? તેના ભાવનું અનુગમન કરીએ.
મુકિતનું સ્વરૂપ : “મુકિત' ની સ્થિતિ શબ્દગમ્ય નથી છતાં પણ આધ્યાત્મિક શબ્દોથી તેને પ્રગટ કરતા પણ પરમાનંદ નીપજે તેવી સ્થિતિ છે. જીવ જડ જગતથી કે દ્રશ્યમાન જગતથી મનોયોગ દ્વારા કે શુદ્ધ જ્ઞાનયોગ દ્વારા જ્યારે છૂટો પડે ત્યારે પદાર્થના ગુણધર્મો છોડી આત્માના ગુણધર્મોને ગ્રહણ કરનારી જ્ઞાનેન્દ્રિયમાં કેન્દ્રિત થાય છે તેને ખબર પડે છે કે પંચ વિષયવાળા પદાર્થો કરતા આ જ્ઞાનેન્દ્રિયો સ્વયં આનંદજનક કે દુ:ખજનક છે. ત્યારબાદ તે જ્ઞાનેન્દ્રિયથી પણ ઉપર ઉઠે છે. ત્યારે મન રૂપી કોષમાં પ્રવેશ કરે છે. હવે તેને સમજાય છે કે બધી ઈન્દ્રિયોની લગામ મનમાં છે. મન સ્વતઃ ઘણી પ્રબળ નોઈન્દ્રિય છે. મનની સ્થિરતા થતા તે વિશેષ પ્રકારની આનંદની અનુભૂતિ કરે છે. શરીરમાં રહેલા પ્રાણમય કોષ સ્વતઃ પોતાનું કામ કરી રહ્યા છે અને દેહાદિ સમસ્ત તંત્ર સ્વતંત્ર છે, તેવું ભાન થતાં મનોયોગ દ્વારા પ્રાપ્ત થતી આનંદની અનૂભૂતિથી પણ ઉપર ઉઠીને જ્ઞાનમય કોષમાં પ્રવેશ કરે છે. - હવે તેને લાગે છે કે મન, પ્રાણ, ઈન્દ્રિયો એ બધા સ્વતંત્ર દ્રવ્યો છે. જ્ઞાન તે મારું સ્વરૂપ
છે. ભકતામર સ્તોત્રમાં જેમ ગાયું છે. “જ્ઞાન સ્વરૂપ મમતમ્ પ્રવતિ સંતઃ” ત્યાર બાદ જ્ઞાનનું અધિષ્ઠાન એવા અનંત શકિતના ધારક શાશ્વત, નિત્ય, આત્માનું તેમને ભાન થતાં અને નિશ્ચયપૂર્વક જ્ઞાન દ્વારા નિર્ણય થતાં તે પરમાત્મ તત્ત્વને જાણે છે. ત્યારે તે સ્વયં બધા સંયોગોથી મુકત છે, કર્મ ચેતનાથી મુકત છે, ઉદયભાવો પ્રવાહિત થઈ અસ્ત થઈ રહ્યા છે. તેમાં જાણે પોતાનું કશું કર્તુત્વ નથી એવી ચેતનામય આનંદ લહેરીનો ઉદય થતાં જાણે પોતે સાક્ષાત્ મુકિતનો અનુભવ કરે છે. જેમ ચિંતામણી પાશ્ર્વનાથ ભગવાનની સ્તુતિમાં આચાર્યશ્રીએ ગાયું છે “હસ્તયોઃ ક્રિીડંતી મુકિત”. અર્થાત્ મારા બન્ને હાથમાં મુકિત રમી રહી છે. એવો સાક્ષાત મુકિતનો અનુભવ થાય છે અને આનંદમય કોષમાં પ્રવેશ કરી જીવાત્મા અનંત વિશ્રામનો અનુભવ કરે છે. જાણે સંસારની જાળમાંથી છૂટો પડી આજે મુકત બની પોતાને ઘેર આવ્યો છે. ત્યાં તેને સમાધિ ગુણો એકત્રિત થઈને વધાવે છે. આત્મા અહો ભાવ ! અહો ભાવ ! એમ કહી સિદ્ધાલયની મુકિતમાં પહોંચ્યા પહેલા જ આત્મા રૂપી જે પ્રત્યક્ષ સિદ્ધાલય છે તેમાં પહોંચીને પોતાના સિદ્ધ સ્વરૂપનું દર્શન થતા “નમો સિદ્ધાણં નમો સિદ્ધાણં” એવા સિદ્ધ ભગવંતોને જે નમસ્કાર કર્યા છે તેમાંના એક “સિદ્ધ ભગવાન' અહીં પ્રત્યક્ષ થઈ ગયા છે ને તેનું મિલન એ એક પ્રત્યક્ષ મુકતદશા છે. આ છે સાક્ષાત્ મુકિત. - હે ! ભાઈ, આવી પવિત્ર ઉજ્જવળ મુકિતનો માર્ગ પણ કેવો ઉત્તમ નિરાળો, શુદ્ધ અને સુગંધ ભરેલો હોય તેમ કલ્પી શકાય તેમ છે. તે માર્ગમાં કોઈ નાટકીય તત્ત્વ હોતા નથી, પરંતુ આ રાજમાર્ગ, સ્થાયી, હીરામોતી ભરેલી શિલાઓથી નિર્મિત થયેલો હોય તેવો ઉત્તમ માર્ગ છે.
અહીં કવિશ્રી “મોક્ષમાર્ગ' એક શબ્દમાં બન્નેને સંકેલીને તેની લુપ્તતા વિષે આશ્ચર્ય અનુભવે છે. ખરું પૂછો તો મુકિતનો લોપ નથી થયો, પરંતુ આ મુકિતનો માર્ગ લુપ્ત થયો હોય અથવા આ સાચો માર્ગ હોવા છતાં ખોટા માર્ગ દેખાડી વ્યકિતના મનમાં કે એના જ્ઞાનમાં માર્ગનો લોપ