________________
ચરિત્રવિચારણાનાં દૃષ્ટિબિન્દુ.
આનંદ્રવનજી સંબંધી કેટલીફ હુકીત; ચરિત્રવિચારણાનાં સૃષ્ટિબિન્દુઃ આ નિઃસ્પૃહી મહાત્માનું જીવન વિચારતાં પ્રથમ એક ખાસ હકીક્તપર અહીં વિચાર કરવા પ્રાસંગિક જણાય છે. એક મહાત્મા સંબંધી હકીકત વિચારતાં કેવળ પેાતાને અનુકૂળ આવે તેટલી અથવા તેવા આકારવાળી હકીકત બતાવવાની લાલચમાં પડી જવામાં ન આવે એ પ્રામાણિક લેખકની ખાસ ફરજ છે. ઘણી વખત પોતાને અનુકૂળ આકારમાં વાતને જોડી દેવાની ટેવ લેખકને પડી જાય છે ત્યારે તે વાસ્તવિક સ્વરૂપ અતાવવામાં પાછા પડી જાય છે અને આવા પૂર્વયુદ્ઘાહિત લેખકનાં અનુમાના પણ એવાં વિચિત્ર અપૂર્ણ અને આઠે માર્ગે ઢારનારા હાય છે કે તે સંબંધમાં વાચનારાઓએ બહુ સંભાળ રાખી તેના સ્વીકાર કરવાની જરૂર પડે છે. આવી સ્થિતિ ઘણી વખત થઈ ગયેલી જોવામાં આવે છે તે ઐતિહાસિક અને પારમાર્થિક ષ્ટિએ ખડું હાનિ કરનાર થઈ પડે છે. આનન્દઘનજી મહારાજના જીવનચરિત્રને આપણે ખરાખર પૃથક્કરણ કરીને સમજવાની અને જોવાની બહુ જરૂર છે, કારણ કે એથી વ્યવહારના બહુ અગત્યના કેટલાક સવાલેના નિર્ણય થઈ શકે તેમ છે. અતિ વિશુદ્ધ જીવન વહન કરનાર, નિ.સ્પૃહી, આશાના ત્યાગ કરી ઉદાસીન ભાવે વર્તનાર, જનસમાજમા એકી વખતે માન અપમાન પામનાર અને ખજેમાથી એકની પણ દરકાર ન કરનાર મહાત્માનું લેખિત જીવન તે કાળના લેખકથી લખાયલું ને પ્રાપ્ત થઈ શક્યું હત, ચરિત્રને વિભાગ આધારભૂત સ્થાનકેથી મળી આવ્યે હેત તા બહુ ઉપયાગી થઈ પડતુ એ ખરી વાત છે, પણ તેમ ન હાવાથી સપ્રદાયથી જે ઝુકીકત મળે છે તેને ખરાખર ચાળવવી એ આપણું ખાસ ર્તવ્ય છે અને એના સાચા અને ખરા રહસ્યને વિચારી તદ્દનુસાર આપણી ભાવના કરવી અથવા તેને માટે ખાસ નિર્ણચેા કરવા એ વિચારણાન સાર છે. ઐતિહાસિક અને પારમાર્થિક દ્રષ્ટિથી આપણા ગ્રંથકર્તાના સમય, વિહાર, વર્તન અને લેખાપર વિચાર કરવા અતિ આવશ્યક છે. વિશુદ્ધ દષ્ટિથી શેાધખાળ કરવાના ઈરાદાથી અને રહસ્ય પ્રાસ કરવાની પ્રબળ સાત્ત્વિક ઈચ્છાથી ચરિત્રનાયકના વર્તનપર વિચારણા ચલાવવામા આવે એ ખાસ ધૃષ્ટ છે, તેને બદલે પાતાના પૂર્વબદ્ધ
ર
35