________________
84.
આનંદઘનજી અને તેને સમય. હતે, તેઓને વિહાર પાલણપુર તરફ વિશેષ હતા, તેઓ યાત્રા નિમિત્ત શ્રીજોરુંજય તરફ એક વખત આવ્યા હતા, સર્વથી વિશેષ સમય તેમણે પાલણપુર અને તેની ઉત્તરના વિભાગમાં અને બહુધા મારવાડમાં ગાળે હતા. તેઓ ગ૭ની સાથે બહુ સંબંધમાં રહેનાર ન હતા, અસાધારણ
ગમળ ધરાવનાર અને તદ્દન નિસ્પૃહીહતા,શ્રાવકની કે રાજાની આકાંક્ષા કે દરકાર કરનારા નહાતા, (આ સબંધમાં બે વાત તેમણે કહી છે તે હવે પછી નોધી લેવામાં આવેલી માલૂમ પડશે) અને તેઓની ભાષામાં તેઓની જન્મભૂમિની ભાષાની અસર સર્વત્ર જોવામાં આવે છે. આનંદઘનજી જેઓનુ નામ લાભાનદ અથવા લામાનદી હતું તેઓને મેડતામા યશોવિજય ઉપાધ્યાય સાથે મેળાપ થયે હતું અને તેઓને સત્યવિજય પન્યાસ સાથે બહુ સારો પરિચય હતે, બન્ને મહાત્માઓ સાથે ઘણો વખત રહ્યા હતા અને છેલ્લું ચોમાસું સાથે શ્રી પાલણપુર શહેરમાં કર્યું હતું. આનન્દઘનજીને જન્મ મુદેલખડમાં થયે હતું છતાં તેઓએ પદમાં તથા સ્તવમાં જે ભાષા વાપરી છે તેમાં ફેરફાર ઘણે જણય છે, પરંતુ બુદેલખડમાં હિંદી અને મારવાડીના સકર જેવી જે ભાષા હાલ પણ વપરાય છે તેને માટે ભાગ પદોમાં દેખાઈ આવે છે અને સ્તવનેમા-ચોવીશીમાં પણ તેની છાયાસ્પષ્ટપણે પ્રગટ જણાય છે. આટલી હકીકત અને બીજી ત્રણ ચાર હકીકત મને પં.શ્રીગંભીરવિજય ગણિએ આનંદઘનજીના સંબંધમાં કહી હતી. તેમને આનદઘનજી માટે ઘણે ઊંચો અભિપ્રાય હતે. તેઓને અભિપ્રાય તથા તેમણે કહેલી વાતે હવે પછી લખી લીધી છે તેપરથી જણાશે કે આનંદઘનજી. એક પ્રબળ પ્રતાપી વેગી થઈ ગયા છે. ૫. લીરવિજ્યજી પિતે બુદેલખડના જ એક ગામમાં જન્મેલા હતા તેથી તેઓ આનંદઘનજીની ભાષા બહુ સારી રીતે સમજી શક્તા હતા, તેમ જ સંપ્રદાયથી ચાલી આવતી હકીકત તેઓના જાણવામાં તથા સાંભળવામાં બહુ સારી રીતે આવી હતી. આ સર્વ વિચારેનું પૃથક્કરણ અહીં કરવામાં આવ્યું છે, તે સુએ વિચારવા જેગ્ય છે. ત મળશે તે વિચારવામાં કોઈ પ્રકારને આગ્રહ નથી. હજુ સુધી કૃપાચદછના કથન સિવાય બીજું એક પણ સાધન ખરતરગચ્છના અનુમાનને મજબૂત કરે તેવું જણાયું નથી. ગચ્છ માટે આનદાનજીને જ આગ્રહ નહતો તો પછી તેના સંબંધના લેખમા આગ્રહ નજહેવાઈએ,પણ હકીકત તો સત્ય સમજાણુ હોય તે જ પ્રકટ કરવીએ. વિક