________________
આનંદઘનજી અને તેને સમય. પછી આનંદઘનજીને દેહોત્સર્ગકાળ ૧૭૩૦ ને બદલે ૧૭૩પ લગભગમાં મૂકવાની જરૂર પડે છે. આટલી હકીકત ઉપરથી એમ અનમાન થાય છે કે આનદઘનજીને સમય સંવત્ ૧૬૬૦ અને ૧૭૩૦ લગભગમાં હતા અને તેમાં આ બાજુએ કે બીજી બાજુએ પાંચદશ વરસથી વધારે ફેર પડવાને સંભવ નથી. આથી તેઓશ્રી ઈસ્વીસન ૧૬૦૬ થી ૧૯૭૪ સુધીમાં થયા હતા એવા અનુમાનપર આવવાનું થાય છે. સહકારી એતિહાસિક બનાવ સમજવા માટે આ ઇસ્વીસનનો કાળ પણ બહુ ઉપગી છે તે હવે પછી જાણવામાં આવશે.
જન્મભૂમિ વિગેરે. શ્રી આનંદઘનજીની જન્મભૂમિ ક્યા દેશમાં હતી, તેઓ સંસારી અવસ્થામાં કેના પુત્ર હતા, કઈ જ્ઞાતિના હતા, કઈ ઉમરે તેઓએ દીક્ષા અંગીકાર કરી, કેની પાસે અગીકાર કરી, કેવી સ્થિતિમાં અને વેશમા તેઓ રહેતા હતા તે સંબંધી કાંઈ પણ સીધી હકીકત પ્રાપ્ત થઈ શક્તી નથી. આપણુ ચરિત્રનાયક સંબધી હકીકત રસરૂપે કે ચરિત્રરૂપે કેઈએ લખી નથી તેથી આ સબધી ઘણુંખરું અંધારામાં જ રહેવાનું થાય છે. તેઓના સંબંધમા લેકેમાં અનેક વાતે ચાલે છે તે પણ એટલી બધી અવ્યવસ્થિત આકારમાં મળે છે, અને તેની તેજ વાતે હેમચંદ્રાચાર્ય તથા બીજા સમર્થ વિદ્વાનેના સંબંધમાં પણ કહેવામાં આવતી હોવાથી તે અવ્યવસ્થિત વાર્તામાં પણું સત્ય કેટલું છે અને અતિશક્તિનું અને અસત્યાપનું મિશ્રણ કેટલું છે તે તપાસી કાઢવું લગભગ અશક્ય જેવું થઈ પડે છે. ચરિત્ર સંબંધમાં આ ચુકેલી તે કાયમ છે અને તેને માટે શરૂઆતમાં જ ફરિયાદ કરવાની જરૂર પડી છે. આ મહાત્મા સંબધી જે હકીકત મળી આવી છે તેમાંની કઈક અશે આધારભૂત હકીક્ત વિચારીએ તે એટલું જણાય છે કે તેઓશ્રીનું સાધ્વવસ્થામાં નામ લાલાનંદજી હતું. જેમ કર્પરવિન્યજીએ સર્વ પદેમાં પિતાનો લેખ દર્શિત કરવા “ચિદાનંદ એવું ઉપનામ ધારણ કર્યું છે તેમ આ મહાત્માએ “આનદઘને એવું ઉપનામ ધારણ કર્યું જણાય છે. તેઓનો વિહાર મેડતા શહેરમાં અને તેની આસપાસ વિશેષ હતે. મેડતા મોટી મારવાડમાં એક જીલ્લાનું શહેર છે. હાલ તે તે જોધપુર તાબે છે, પરંતુ અસલ ત્યાંના રાણુ