________________
આનંદઘનજી અને તેને સમય. લેકનું ધ્યાન ખેંચવું અને ઉપાધ્યાયજી જેવા મહાપ્રજ્ઞ તે માટે તેમને માન આપે એટલી હદ સુધી પહોંચવું એ નાની વયમાં અથવા અધુરા ચેગમાં બનવું સંભવિત નથી, તેથી ઉપાધ્યાયજીએ જ્યારે આ ક્રિતિ સ્તુતિરૂપે કરી હોય ત્યારે આનંદઘનજી સપૂર્ણ વયેવૃદ્ધ હોય એમ અનુમાન સભવિત છે.
આ મુદ્દા ઉપરથી વિશેષ અનુમાન કરવા પહેલાં આપણે શ્રીમશોવિજયજીને સમય વિચારી જઈએ. ઉપાધ્યાયજી જેઓ જેના ઈતિહાસમાં છેલ્લા મહા વિદ્વાન થઈ ગયા છે અને જેઓનાં વચન માટે એકસરખી રીતે તેમના પિતાના તથા પરકીય ગચ્છના સનેસકળ સંઘને-સર્વ જૈન પ્રજાને માન છે તેઓને ઇતિહાસ પણ તેઓના વખતમાં અથવા ત્યાર પછી લખાણે નથી, છતાં તેઓ સબંધી કેટલીક હકીક્ત લભ્ય છે. તેઓશ્રીને દેહોત્સર્ગ શ્રી ડઈ શહેરમાં વિક્રમ સંવત ૧૭૪૫ ના માગશર સુદિ અગિયારસે થયે એમ તેઓશ્રીની પાદુકાપરના લેખથી જણાય છે. આથી તેઓને દેહત્સર્ગકાળ નિર્ણત છે. આટલે જ નિર્ણય તેઓના જન્મસમય માટે નથી, છતાં બધી હકીકત એકઠી વિચારતાં તેઓને જન્મસમય સવત ૧૪૭૦ થી ૧૬૮૦ સુધીમાં હોવાનું અનુમાન થાય છે. તપગચ્છનાયક શ્રીવિજયસિંહસૂરિએ સત્યવિજયજીને કિયાઉદ્ધાર કરવાનો હુકમ આપ્યો હતે. તેઓનો દેહોત્સર્ગ સંવત્ ૧૭૦૮ માં થયેલ હોવાથી અને ક્રિયાઉદ્ધાર વખતે શ્રીમદ્યશવિજયજી સત્યવિજ્યજીની સાથે હોવાથી તેઓની વય પણ તે વખતે માટી હેવી જોઈએ એમ અનુમાન થાય છે અને ઉપાધ્યાયજી શ્રીમદાશવિજયજીએ બાર વરસ કાશીમાં અભ્યાસ કર્યો હતું તેથી એકદરે તેઓશ્રીને જન્મ સંવત્ ૧૬૭૦ લગભગ હોવાનું બહુ રીતે સંભવે છે. આ સર્વ હકીકત ઉપરથી શ્રીમદ્યશવિજયજીનો સમય આપણે ૧૯૭૦ થી ૧૯૪૫ વિક્રમ સંવત મૂકીએ તે જન્મસમયમાં બહુ જ હે ફેર પડવાને સંભવ રહે છે અને દેહોત્સર્ગસમયમાં તે શંકા જેવું રહેતું જ નથી. કોઈમાં સ્તૂપમાં બિરાજીત તેઓની પાદુકાપરના લેખપરથી તે નિશંક જણાય છે. શ્રી સત્યવિજય પન્યાસને સ્વર્ગગમનને સમય પણ નિશ્ચિત છે, કારણ કે તેઓને નિર્વાણુરાસ તેમના સ્વર્ગગમન પછી એક માસમાં શ્રીજિનહર્ષે