________________
આનંદઘનજીને સમય. બનાવે છે તેમાં તે માટે લેખ છે. તે પ્રમાણે તેઓ સંવત ૧૭૫૬ ના પાસ સુદિ ૧૨ શનિવારે કાળધર્મ પામ્યા એમ જણાય છે. (જૈન રાસમાળા–પ્રથમ ભાગ પૃષ્ઠ. ૧૧૬). ઉપરાંત જે કે વિજયસિંહસૂરિએ સત્યવિજયને કિયાઉદ્ધાર કરવાની આજ્ઞા આપી હતી એમ તે જ રાસપરથી જણાય છે, પરંતુ કિયાઉદ્ધારની આજ્ઞા થયા પછી થોડાં વરસ રહીને તે કર્યો જણાય છે. સત્યવિજયજીએ પોતે સૂરિઆચાર્યની પાટ ન સ્વીકારતાં શ્રીવિજયસિંહસૂરિની પાટપર શ્રીવિજયપ્રભસૂરિની સ્થાપના કરી અને તેમની આજ્ઞામાં પિતે રહી સંવત્ ૧૭૨૯ માં તેમની પાસે પન્યાસપદવી સજત ગામમાં લીધી (પૃ ૧૧૪ સદરહ રાસ). પંન્યાસપદ લીધા પછી ક્રિયાઉદ્ધાર કર્યો હોય એમ મારું માનવું છે. આ સંબંધમાં વિશેષ હકીક્તને હવે પછી વિચાર કરવામાં આવશે. અત્ર આટલી હકીકતપરથી શ્રીમદવિજયજી તથા સત્યવિજયને સમય નિર્ણત કરવાની જરૂર હતી તે સંબધી મળી શક્તી હકીકતેપરથી કાંઈક પ્રકાશ પડ્યો છે. ઉપાધ્યાયજી જેવા સમર્થ વિદ્વાન આનંદઘનજીને અતિ મહત્ત્વપૂર્ણ માન આપે તેથી એમ અનુમાન સહજ કરી શકાય છે કે તેઓને સમય અને વય ઉપાધ્યાયજીને સહકાળ હાવા સાથે કાંઈક પૂર્વ પણ હો જોઈએ. આનંદઘનજીનાં અલૌકિક વૃત્તિ, વિશિષ્ટ વર્તન અને યોગાભ્યાસ જોતાં તથા તેના સંબંધમાં ચાલતી હકીક્તાપર વિચાર કરતાં તેઓ વિકમ સંવત ૧૬૬૦ લગભગ જન્મ્યા હોય અને તેઓને દેહત્સર્ગ ૧૭૨૦ થી ૧૭૩૦ સુધીમાં થયો હોય એમ માનવાને બહુ સંભવ રહે છે. સત્યવિજય કિયાઉદ્ધાર કરી ઘણાં વરસ સુધી આનંદઘનજી સાથે વનવાસમાં રહ્યા એમ શ્રી આત્મારામજી મહારાજ તેઓના બનાવેલા જૈન તત્વદર્શ ગ્રંથમાં જણાવે છે. એ હકીક્તપરથી એમ અનુમાન થાય છે કે કિયાઉદ્ધાર પંન્યાસપદપ્રાપ્તિ પહેલાં સત્યવિજયજીએ કર્યો . ક્રિયાઉદ્ધાર કર્યા પછી મૂળપાટના સૂરીશ્વર સાથે સત્યવિજયજીને બહુ સારો સબંધ રહ્યો નથી અને રહ્યો હોય એમ સભવિત પણ નથી તેથી તેમને પંન્યાસપદ ક્રિયાઉદ્ધાર કર્યો પછી વિજ્યપ્રભસૂરિ પાસેથી મળે એ સંભવિત ન ગણાય અને કિયાઉદ્ધાર પંન્યાસપદવી પછી કરેલ હોય તે તે સંવત ૧૭૩૦ પછી થાય તે