Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભાવાર્થ-સૂત્રકાર આ સૂત્રદ્વારા પાંચમાં સમવાયાંગનું વર્ણન કરે છે. તેમાં શિયા, મહાવ્રત, કામગુણ, આસવાર, સંવર દ્વારા નિર્જરા સ્થાન, સમિતિ, અસ્તિકાય, અને રોહિણી આદિ નક્ષત્રના તારા આદિ પાંચ પાંચ હોય છે. તેમ બતાવ્યું છે દરેક શારીરિક ચેષ્ટાને કયિક ક્રિયા કહે છે. (૧) જેને કારણે આત્મા નરક આદિ કનિમાં જવાને પાત્ર બને છે તેવાં અનુષ્ઠાન વિશેષને અધિકરણિકી ક્રિયા કહે છે (૨) તલવાર આદિ હિંસાનાં સાધનોને સમાવેશ આ યિાની અંદર થાય છે. કર્મબંધના હેતુરૂપ જીવનું જે અકુશલ પરિણામ હોય છે તેને પ્રષિ કહે છે તે પ્રÀષથી ઉત્પન્ન થતી ક્રિયાને પ્રાષિકી ક્રિયા કહે છે (૩) મારપીટ આદિ દુઃખથી જે કિયા થાય છે તેનું નામ પરિતાપનિકી ક્રિયા છે. (૪) જે ક્રિયામાં છાનાં પ્રાણોને વિનાશ થાય એવી ક્રિયાને પ્રાણાતિપાત ક્રિયા કહે છે. (૫) ગૃહસ્થનાં વ્રતો કરતાં જે વ્રતો મહાન હોય છે તેમને મહાવ્રત કહે છે. તે મહાવ્રતે અહિંસા આદિ ભેદથી પાંચ બતાવ્યાં છે. મન, વચન અને કાયા દ્વારા દરેક પ્રકારે હિંસાને ત્યાગ કર તેનું નામ અહિંસા મહાવત (૧) મન, વચન, અને કાયા દ્વારા હિંસ નો ત્યાગ કરવો તે અહિંસા મહાવ્રત છે. મન વચન અને કાર્યો દ્વારા દરેક રીતે અસત્યનો ત્યાગ કરવો તેનું નામ સત્ય મહાવત છે. (૨) તે જ પ્રમાણે ન દીધેલું ગ્રહણ ન કરવું તેનું નામ અચીય મહાવ્રત છે. (૩) કુશીલને ત્યાગ કરવો તે બ્રહ્મચર્ય મહાવ્રત છે (૩) અને ધર્મોપકરણ સિવાયની અન્ય વસ્તુને ત્યાગ કરવો તેનું નામ પરિગ્રહ મહાવ્રત છે. (૫ અભિલાષાના વિષયભૂત બનેલ પુદ્ગલના ધમ શબ્દાદિકને કામગુણ કહે છે. વસ, મિષ્ટાન, પુષ્પ, ચંદન આદિ પદાર્થો જુદી જુદી રીતે ઈન્દ્રિએને સુખ આપે છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને વેગ, એ પાંચ આસવદ્વાર છે સમ્યકત્વ, વિરતિ, અપ્રમત્તતા, અકષાય અને અયાગ એ પાંચ સંવર દ્વાર છે, કારણ કે તેના આચરણથી નવાં કર્મોનું આગમન અટકી જાય છે. પ્રાણાતિપાત આદિનું વિરમણ થવા સંચિત કર્મોની નિર્જરા થાય છે. તેથી પ્રાણાતિપાત વિરમણ આદિ પાંચ મિજાસ્થાન છે ઈર્ષા સમિતિ આદી પાંચ સમિતિનું સ્વરૂપ સૂત્રના અર્થમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે પ્રદેશના સમુદાયથી યુકત પદાર્થોને અસ્તિકાય કહેવાય છે ધમાંટિક પાંચ દ્રવ્યને અસ્તિકાય કહે છે. સૂ. ૧૮
શ્રી સમવાયાંગ સૂત્ર
૪૮