Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 490
________________ હતા. તેઓ પરાક્રમી હતા, તેથી તેમની પ્રસિદ્ધિને કારણે તેઓ યશસ્વી હતા. તેમનું શરીર વિશિષ્ટ પ્રકારની શોભાવાળું હોવાથી તેમને છાયાંસી-છાયાવન્ત કહેલ છે, અને એ જ કારણે કમનીયરૂપ અને લાવણ્યથી તેઓ મને હર હતા. તથા તેઓ કાન્ત હતા. તેમના દર્શનથી લોકોના હૃદયમાં આનંદ થતો. તેથી તેમને સૌમ્ય કહ્યા છે. જગતના લોકોને તેઓ ઘણા પ્રિય હોવાથી સુભગ હતા. દશકના નેત્રને અત્યંત આનંદજનક હોવાથી તેઓ પ્રિયદર્શન હતા. સતિશાયીરૂપ અને લાવયવાળા હોવાથી તેઓ સુરૂપ હતા. તેમને સ્વભાવ એટલે બધે સારે હતું કે દરેક મનુષ્ય કઈ પણ પ્રકારના ડર સિવાય તેમને મળી શકતા હતા. તેમને જોઈને સઘળા લેકોને ઘણો આનંદ થતો હતો. તેમના પરાક્રમનો પ્રવાહ સદા એકધારે રહેતે હતો તેથી તેમને ઘબળવાળા કહ્યા છે. બીજાં મનુષ્ય કરતાં તેઓ વધારે બળવાન હતા. તે પ્રશસ્ત પાકમવાળા હતા. નિરુપદ્રવ આયુવાળા હોવાથી તેમને ઘાતરહિત કહેલા છે. શત્રુઓ દ્વારા તેમને પરાજ્ય થતો નહીં. તેથી તેમને અપરાજિત કહ્યા છે. તેઓ શત્રુઓનું મર્દન કરનારા હતા. તેઓ હજારો શત્રુઓનું માનમર્દન કરનારા હતા. તેમને નમનારા તરફ તેઓ સદા દયાદષ્ટિ રાખતા હતા. મત્સરભાવ (અભિમાન) થી રહિત હતા. અન્યના ઘેડા ગુણના પણ તેઓ ગ્રાહક હતા. મન, વચન અને કાયાની ચંચળતા તેમનામા ન હતી. તેઓ વિના કારણે કોઈના ઉપર ક્રોધ કરતા નહીં. તેઓ મિતભાષી હતા. તેમની વાણી આનંદદાયક હતી. તેમનું હાસ્ય પણ પરિમિત અને મનને મુગ્ધ કરનારૂં હતું. રોષ, તોષ અને શેક આદિ વિકારોથી રહિત હોવાને કારણે ગંભીર, કર્ણ ને સુખકારી હોવાથી મધુર અને અર્થ બાધક હોવાને કારણે પ્રતિપૂર્ણ, એવાં તેમના સત્યવચન હતા તેઓ શરણાગત વત્સલ હતા. દીન દુઃખીની સેવા કરવાને તેઓ સદા તત્પર રહેતા હતા. વજા, સ્વસ્તિક, ચક્ર આદિ ચિહ્નરૂપ લક્ષણ તથા તલ, મસા આદિરૂપ વ્યંજનોના મહાદ્ધિ, લાભ આદિથી તે યુકત હતા. માન, ઉમાન અને પ્રમાણથી પરિપૂર્ણ હોવાને કારણે યોગ્ય અવયવ સન્નિવેશવાળા અંગોથી યુકત સુંદર શરીરવાળા હતા. એટલે કે તેમનાં અંગ ઉપાંગો સપ્રમાણ હતાં. પાણિથી પરિપૂર્ણ કુંડ આદિમાં પ્રવેશ કરતાં દ્રોણ પરિમિત જળ જે તે કંડ આદિમાંથી બહાર નીકળે છે તે મનુષ્યને માનવાળે કહેવાય છે. અથવા પદાર્થનું વજન જેનાથી માપી શકાય તેને માન કહે છે. તુલા, અંગુલી આદિથી જેવી રીતે વ્યવહારમાં માપ લેવામાં આવે છે. તે માનને જ ઉન્માન કહે છે. અથવા અર્ધભારરૂપ પરિમાણ વિશેષને ઉન્માન કહે છે. પિતાની આંગળી કરતાં ૧૦૮ એકસે આઠ ગણી શરીરની ઉંચાઈને પ્રમાણ કહે છે. માથાથી પગ સુધીના શ્રી સમવાયાંગ સૂત્ર ૪૮૩

Loading...

Page Navigation
1 ... 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514