Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તે બધાં પદોના અર્થ સૂત્ર ૨૧૩ની વ્યાખ્યા કરતી વખતે આપી દીધેલ છે. ભવિ ધ્યકાળમાં તેમનાં કયાં કયાં નામ હશે? તેનો જવાબ આપતા સૂત્રકાર કહે છે કે તેમનાં નામ આ પ્રમાણે હશે–નન્દ, નન્દમિત્ર, દીર્ઘબાહુ, મહાબાહુ, અતિબલ, મહાબલ, બલભદ્ર, દ્વિપૃષ્ઠ અને ત્રિપૃષ્ઠ એ નવ વિષણુ-વાસુદેવ આગામીકાળમાં થશે. જયંત, વિજય, ભદ્ર, સુપ્રભ, સુદર્શન, આનંદ, નંદન, પદ્મ અને સંકર્ષણ એ નવ બળદેવ આગામીકાળમાં થશે. તે નવ બળદેવ અને નવ વાસુદેવના પૂર્વભવના નવ, નવ નામ હશે, તેમના નવ ધર્માચાર્યો થશે, નવ નિદાનભૂમિયો હશે, નવ નિદાનકારણો હશે અને નવ પ્રતિવાસુદે થશે. તે નવ વાસુદેવના નવ પ્રતિશત્રુઓ-પ્રતિવાસુદેવ-નાં નામ આ પ્રમાણે હશે--તિલક, લેહજંઘ, વજાદંઘ, કેશરી, પ્રલાદ, અપરાજિત, ભીમ, મહાભીમ, અને સુગ્રીવ, કીતિપુરુષ વાસુદેવના તે નવ પ્રતિશત્રુઓ થશે. તે સઘળા પ્રતિવાસુદેવે યુદ્ધમાં ચકથી લડશે અને અને પોતાના જ તે ચક્રથી તેઓ માર્યા જશે. પ્રતિવાસુદેવ યુદ્ધમાં વાસુદેવને મારવાને માટે ચક છેડે છે. પણ તે ચક વાસુદેવને ઉની આંચ પણ લગાડી શકતું નથી પણ તે પાછું ફરીને પ્રતિવાસુદેવની જ હત્યા કરે છે. એવું શાસ્ત્રીય કથન છે તે કથનનું જ અહીં સૂચન કરવામાં આવ્યું છે. સૂ.૨૧૬
શ્રી સમવાયાંગ સૂત્ર
૫૦૦