Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
“તિસ્થાવર જ ઇત્યાદિ પદેની સાથે વપરાયેલ “તિ’ અને ‘વની બાબત માં પણ એ પ્રમાણે જ સમજવું. તીર્થશાવંશ-તીર્થ કરોના વંશનું કથન કરનાર હોવાથી આ શાસ્ત્રનું નામ “તીર્થ કરવંશ પણ છે એજ પ્રમાણે ચક્રવતિના વંશનું પ્રતિપાદક હોવાથી તેનું નામ “ચકવતિવંશ છે, તથા દશાવંશનું પ્રતિપાદક હોવાથી તેનું નામ “દશાહ વંશ છે. ગણધર સિવાયના તીર્થ કરેને અહીં ઋષિ કહેલ છે. તે ત્રષિાના વંશનું પ્રતિપાક હોવાથી આ શાસ્ત્રને “ઋષિવંશ, તથા ઋષિ, મુનિ અને યતિ, એ સમાનાર્થી શબ્દો હોવાથી “પતિવંશ” અને “મુનિવંશ” એ નામે પણ આ શાસ્ત્રને ઓળખાય છે. તથા ત્રણે કાળના અર્થનું બેધક હેવાને કારણે તેનું નામ “મૃત” પણ પડ્યું છે. પ્રવચન પુરુષનું એક અંગ હોવાથી તેનું નામ “શ્રુતાંગ” છે. સમસ્ત સૂત્રોના અર્થનું આ શાસ્ત્રમાં સંક્ષિપ્તમાં પ્રતિપાદન થયેલ હોવાથી તેનું નામ “શ્રુતસમાસ પણ છે. ભુતસમુદાયરૂપ હોવાથી તેનું નામ
તસ્કંધ પણ છે. સમગ્ર જીવ અને અજીવ આદિ પદાર્થોને આ અંગમાં અભિધેયરૂપે સમાવેશ થતો હોવાથી તેનું નામ “સમવાય પણ છે. એક, બે આદિ સંખ્યાકમથી તેમાં પદાર્થોનું પ્રતિપાદન થયું છે, તેથી તેનું નામ “સંખ્યા પણ છે. ભગવાને પિતે સંપૂર્ણ રીતે આ સમવાયાંગનું કથન કર્યું છે. આચારાંગની જેમ તેમાં બે વિભાગ નથી, તે એક જ અધ્યયનનું બનેલું છે. આચારાંગ આદિ શાસ્ત્રના શસ્ત્રપરિક્ષા આદિ અધ્યયન જેવાં કઈ પણ વિભાગે આ સમવાયાંગમાં નથી, “
ત્તિમ અહી “કુતિ” શબ્દ શાસ્ત્રની સમાપ્તિનો બેધક છે. સુધર્માસ્વામી જે બૂસ્વામીને કહે છે કે જે બૂ! જે પ્રમાણે આ સમવાયાંગનું ભગવાન પાસે શ્રવણ કર્યું છે એ પ્રમાણે જ તમને તે કહી બતાવું છું. મારી તરફથી તેમાં કોઈપણ પ્રકારને વધારો ઘટાડો કરવામાં આવ્યું નથી.” સૂ. ૨૧ –સમવાયાંગસૂત્રને ગુજરાતી અનુવાદ સમાપ્ત
| શરત
શ્રી સમવાયાંગ સૂત્ર
પ૦૬