Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અવયવને અંગ કહે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે તેમના શારીરિક અવયવોની રચના ઘણી સુંદર અને સપ્રમાણ હતી. શરીરની અપેક્ષાએ જે અંગની જેટલી લે બાઈ જાડાઈ અને પહોળાઈ હેવી જોઈએ તેટલી જ તે અંગની લંબાઈ જાડાઈ અને પહોળ ઈ હતી. કોઈ પણ અંગના માપમાં કોઈપણ પ્રકારની ન્યૂનતા કે અધિકતા હોતી નથી. તેમનાં દર્શન ચન્દ્રમાનાં દર્શનની જેમ હંમેશાં આનંદદાયક અને ચિત્તને હરી લેનાર હોય છે, અને દર્શકોના મનમાં અપૂર્વ આહલાદ ઉત્પન્ન કરે છે. તેઓ હંમેશા કાર્યમાં આળસ રહિત હોય છે--અથવા અપકારી લેકે તરફ પણ તેમને ફોધ થતો નથી તેમનો નીતિના ભેદરૂપ દંડપ્રકાર ઉત્કટ હોય છે. તેમના મનભાવને સમજવા મુશ્કેલ હોવાથી તેઓ ગંભીર લાગે છે. બળદે
ની પતાકાઓ-ધ્વજાઓ-તાલવૃક્ષેનાં ચિહ્નોથી અંકિત હોય છે. અને વાસુદેવની દવાઓ ગરુડના ચિહ્નથી અંકિત હોય છે જે ધનુષ્ય ચડાવવાને વરમાં વીર પણ સમર્થ હેતે નથી તે ધનુષને તેઓ ચડાવી શકે છે. તેઓ વિશિષ્ટ બળવાળા હોય છે. સમરાંગણમાં કોઈ પણ ધનુર્ધર તેમના ઉપર ધનુષમાંથી તીરનો પ્રવાહ કરી શકતો નથી. તેઓ મહાન ધનુર્ધર હે ય છે. અથવા “શુદ્ધ થgu” જે ધનુષને અન્ય ધનુર્ધર ધારણ કરી શકતા નથી તે ધનુષને તેઓ ધારણ કરે છે. ધીરપુરુષોમાં જ તેમને પુરુષકાર વિશિષ્ટ થાય છે. કાયરમાં નહીં એટલે કે ધીર પુની અપેક્ષાએ જ તેમનું સામર્થ્ય વિશિષ્ટ મનાય છે-કાયરની અપેક્ષાએ નહીં. તેઓ યુદ્ધજનિત કીતિ પ્રધાન પુરૂષ હોય છે તેઓ ઊંચા કુળના હેય છે. પોતાના પરાક્રમથી ભયંકરમાં ભયંકર શત્રુસન્યને પણ અસ્તવ્યસ્ત કરી નાખે છે. તેઓ અર્ધા ભરતક્ષેત્રના સ્વામી હોય છે. સઘળા લેકોને તેમના તરફથી ઘણું સુખ પ્રાપ્ત થાય છે. તેઓ રાજવંશમાં તિલક સમાન હોય છે. તેઓ અજેય હોય છે. કોઈ પણ શત્રુ તેમને રથ કબજે કરી શકતો નથી. તેમના હાથમાં હળ, મુસળ અને બાયું રહે છે. શંખ, ચક્ર, ગદા અને તલવારને તેઓ ધારણ કરતા હોય છે. શ્રેષ્ઠ, દેદીપ્યમાન અને શુભ્ર અવયવોથી યુકત એવા બળદેવ અને વાસુદેવને સ્વભાવ કૌસ્તુભમણિ અને મુગટને ધારણ કરવાનું હોય છે. કુંડળીના ચળકાટથી તેમનું વદન સદા પ્રકાશિત રહે છે. તેમનાં નયન કમળ જેવાં સુંદર હોય છે. એક શેરને જે રત્નમય હાર તેઓ ગળામાં પહેરે છે તે તેમની છાતી સુધી પહોંચે છે. શ્રીવલ્સ
શ્રી સમવાયાંગ સૂત્ર
४८४