Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જનમાં તે દસ હજાર જનને અર્ધો ભાગ-પાંચ હજાર યોજન આવી જાય છે. જો કે અહીં વિજય દ્વારનો પાશ્ચાત્ય ચરમાનત ભાગ પંચાવન હજાર યોજન દૂર કહેલ છે, તો પણ જગતીને પીરસ્ય ચરમાન્ત (પૂર્વના છેડાનો) ભાગ જ અહી ગ્રહણ કરવાને છે કારણ કે અહીં તેની જ સંભાવના છે. કારણ કે મેરના મધ્યભાગથી જગતીને ચરમાન્ત પ્રદેશ પચાસ હજાર એજન દૂર છે. તથા જગતીના વિધ્વંભ સહિત જમ્બુદ્વીપને વિસ્તાર એક લાખ યોજનાનો છે. તેને ઘેરીને જે લવણ સમુદ્ર આવેલ છે તેને વિસ્તાર જગતીના વિષ્કભ સહિત બે લાખ જનનો છે. જે દ્વીપ અને સમુદ્રના પ્રમાણથી જગતીનું પ્રમાણ વધારે થઈ જાય તે મનુષ્ય ક્ષેત્રની પરિધિનું જે પ્રમાણ કહ્યું છે. તે વધારે થઈ જશે. કારણ કે મનુષ્ય ક્ષેત્રની પરિધિનું પ્રમાણ જે પિસ્તાળીસ લાખ જન કહ્યું છે ક્ષેત્રની અપેક્ષાએ કહેલ છે. અથવા પંચાવન હજાર યોજનમાં થોડું ઓછું હોવા છતાં પણ તે પંચાવન હજાર
જનનું જ દર્શાવવામાં આવે છે એ જ પ્રમાણે બાકીની ત્રણ દિશાઓમાં પણ વૈજયંત, જયંત, અને અપરાજિત, એ ત્રણ દ્વારમાં પ્રત્યેક દ્વારને તે તે દિશાસંબંધી પાશ્ચાત્ય ચરમાન્ત ભાગ જગતીની અપેક્ષાએ, મેરૂના પાશ્ચાત્ય ચરમાન્ત ભાગથી પંચાવન પંચાવન હજાર એજનને અંતરે છે, એમ સમજવું શ્રમણ ભગ. વાન મહાવીરે અંતિમ રાત્રે સમસ્ત આયુકાળની સમાપ્તિની રાત્રે એટલે કે રાત્રિના અન્તિમ ભાગમાં કાતિકની અમાવાસ્યાએ જ્યારે ચન્દ્ર સ્વાતિ નક્ષત્રમાં રહેલ હતો, નાગ કરણ હતું, ત્યારે પર્યકાસને બેસીને કલ્યાણ પુણ્યના કાર્યને પ્રગટ કરનાર પંચાવન અધ્યયન અને પાપનું ફલ પ્રગટ કરનાર પંચાવન અધ્યયનેનું પ્રતિપાદન કરીને સિદ્ધ થયા, બુદ્ધ થયા, સંસારથી મુક્ત થયા, પરિ નિવૃત્ત થયા અને સમસ્ત ખેને અંત લાવી દીધે. પહેલી અને બીજી પૃથ્વીમાં નરકાવાસની સંખ્યા પંચાવન લાખની છે. પહેલી પૃથ્વીમાં ૩૦ લાખ અને બીજી પૃથ્વીમાં ૨૫ લાખ નરકવાસ છે. દર્શનાવરણીય, નામ. અને આયુ, એ ત્રણ કર્મોની ઉત્તર પ્રકૃતિએ, પંચાવન કહી છે નામકર્મની ગતિ આદિ ૪૨ બેંતાલીસ પ્રકૃતિ દર્શનાવરણીયની “ચક્ષુદશનાવરણ” આદિ ૯ નવ પ્રકૃતિ અને આયુકર્મની મનુષ્પાયુ આદિ ૪ ચાર પ્રકૃતિનો સરવાળકરતાં પંચાવન ઉત્તરપ્રકૃતિ થાય છે.સૂ. ૯૪
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૮૨