Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પદ છે, તથા (સંજ્ઞાડું મારાડું) સંપારિ અક્ષરસિંખ્યાત અક્ષરે છે, (1ળતા ) અનન્ના નાના–અનંત ગમ છે, (૪તા ઉગવા નવ) અનન્ના
વા વાવવ-અનંત પર્યાય વગેરે છે (gવું ચાર દવા વાઘવજીવં વાવાળuપIT: ગાથા તે-એ રીતે આ અંગમાં ચરણ અને કરણની પ્રરૂપણ થઈ છે ( 7 વિવાનgg)તતત્વ વિષાકૃત-એ જ વિપાકકૃતનું સ્વરૂપ છેuસૂ.૧૮૩
ટીકાથ–“રે તં વિરાસુદં ?” ત્યાર
અગિયારમાં અંગનું સ્વરૂપ જાણવાની ઈચ્છાથી શિષ્ય પૂછે છે, “હે ભદન્ત ! વિપાકમૃતનું કેવું સ્વરૂપ છે ? ઉત્તર-શુભ અને અશુભકર્મોને જે વિપાક (ફળ) હોય છે તેનું નામ “વિપાક છે. તે વિપાકનું આ અંગમાં પ્રતિપાદન થયું છે તેથી તેનું નામ “વિપાકમૃત” પડયું છે. આ વિપાકસૂત્રમાં શુભ-પુણ્યરૂપ અને અશુભપાપરૂપ કર્મોના વિપાકરૂપ ફળ દર્શાવેલ છે. તે વિપાકરૂપ કુળના મુખ્ય બે પ્રકાર છે-(૧) દુઃખવિપાક અને (૨) સુખવિપાક તેમાં દુઃખવિપાકનું પ્રતિપાદન કરનારા દસ અધ્યયને છે અને સુખવિપાકનું પ્રતિપાદન કરનારા પણ દસ અધ્યયો છે. હવે દુઃખવિપાકનું સ્વરૂપ જાણવાને માટે શિષ્ય પૂછે છે “હે ભદન્ત ! તે દુઃખવિપાકનું
સ્વરૂપ કેવું છે?” ઉત્તર-દુઃખવિપાકવાળાં અધ્યયનમાં દુઃખવિપાક જોગવનારાઓનાં નગરનું, ઉદ્યાનનું, ચિત્યનું, વનખંડેનું, રાજાઓનું, માતાપિતાનું, સમવસરણનું, ધર્માચાર્યોનું, ધર્મકથાઓનું, ભગવાન ગૌતમનું ગોચરીને માટે નગરમાં પ્રવેશ કરવાનું, અને સંસાર પ્રબંધનું એટલે કે સંસારના પ્રકૃષ્ટ બંધમાં ભેગવવી પડતી દુઃખપરંપરાઓનું વર્ણન કર્યું છે. સુખવિપાકનું કેવું સ્વરૂપ છે? ઉતર–સુખવિપાકવાળાં અધ્યયનમાં સુખવિપાક ભેગવનારાં નગરોનું, ઉદ્યાનોનું, ચિત્યનું, વનખંડન, રાજાઓનું, માતાપિતાનું, સમવસરણનું, ધર્માચાર્યોનું, ધર્મકથાઓનું, આલોક અને પરલેકની વિશિષ્ટાદ્ધિનું, ભોગપરિત્યાગનું, દીક્ષાનું, શ્રાધ્યયનનું, વિશિષ્ટ તપસ્યાઓનું, પર્યાનું, પ્રતિમાઓનું, સંલ્લેખનાનું, ભકતપ્રત્યાખ્યાનનું, પાદપપગ મન સંથારાનું, દેવલોકમાં ઉત્પત્તિનું, ત્યાંથી ચવીને ઉત્તમ કુળમાં જન્મ લેવાનું, ફરીથી બેધિલાભનું અને અન્તકિયાનું-મોક્ષ પ્રાપ્તિનું વર્ણન કર્યું છે. હવે સૂત્રકાર એ જ વાતને વિસ્તારપૂર્વક સમજાવે છે-દુઃખવિપાકમાં એ વાત બતાવવામાં આવી છે કે પ્રાણાતિપાત-પ્રાણહિંસા, અસત્ય વચન, ચોરી, પરસ્ત્રીગમન,
શ્રી સમવાયાંગ સૂત્ર
૩૩૯