Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જ છે-પહેલાં તે હતું, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં હશે જ, કારણ તે અસલ છે તેથી ત્રણે કાળમાં તેનું અસ્તિત્વ રહે તે સ્વાભાવિક છે. તે સ્થિર હોવાથી મેરુ પર્વત આદિની જેમ ધ્રુવ છે. જીવદ્રવ્યની જેમ નિશ્ચિત હોવાથી તે નિયત છે. સમય આવલિકા આદિમાં કાલવચનની જેમ તે શાશ્વત છે. જેવી રીતે પધહૂદમ થી ગંગા સિંધુ આદિમાં પાણી જતું હોવા છતાં પણ તે અક્ષય છે તેવી રીતે દ્વાદ. શાંગ પણ અક્ષય છે. માનુષત્તર પર્વતની બહારના સમુદ્રની જેમ તે વ્યયરહિત (અવ્યય) છે. જેમ પોતાના પ્રમાણમાં જંબુદ્વીપ અવસ્થિત છે તેમ તે પણ પિતાની મર્યાદામાં અવસ્થિત છે-એ જ સ્થિતિમાં છે, તે આકાશની જેમ નિત્ય છે. જેમ ધર્માસ્તિકાય આદિ પાંચ દ્રવ્ય ભૂતકાળમાં હતાં, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં રહેશે-ત્રણે કાળમાં તેમનું અસ્તિત્વ રહેવા બાબત શંકાને કોઈ સ્થાન નથી-તેઓ અચલ, ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષય. અવ્યય, અવસ્થિત અને નિત્ય છે, તેવી જ રીતે આ દ્વાદશાંગરૂપ ગણિપિટક પણ ભૂતકાળમાં હતું, વર્તમાનમાં છે અને ભવિધ્યમાં રહેશે. તેથી તે પણ ધર્માસ્તિકાયની જેમ અચલ, ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષય, અવ્યય, અવસ્થિત અને નિત્ય છે. આ દ્વાદશાંગરૂપ ગણિપિટકમાં અનંત જીવાદિક પદાર્થો, અનંત અભાવરૂપ પદાર્થો, અનંત હેતુ, અનંત અહેતુ, અનંત કારણ, અનંત અકારણ, અનંત જીવ, અનંત અજીવ, અનંત ભવસિદ્ધિ, અનંત અભાવસિદ્ધિ છે, અને તે સિદ્ધ, અનંત અસિદ્ધ, વગેરેનું સામાન્ય રીતે પ્રતિપાદન કરાયું છે, વિશેષ પ્રકારે પ્રજ્ઞાપન થયું છે, પ્રરૂપણ થયું છે, ઉપમાન ઉપમેય ભાવ આદિથી તેમનું કથન કરાયું છે. અન્ય પ્રત્યેની કરુણાથી તથા ભવ્યજનોના કલ્યાણને માટે વારંવાર તેમને ઉલ્લેખ કરાય છે ઉપનય અને નિગમન એ બન્નેના અથવા સમસ્ત નાના અભિપ્રાય અનુસાર શિષ્યજનોને એવી રીતે સમ જાવવામાં આવ્યા છે કે તેમના મનમાં કઈપણ જાતને સંદેહ રહેવા પામે નહીં આ ગણિપિટકરૂપ દ્વાદશાંગનું આવું સ્વરૂપ છે.
શ્રી સમવાયાંગ સૂત્ર
૩૭૦