Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભેદ છે. આર્યમનુષ્યના બે ભેદ છે–દ્ધિ પ્રાપ્ત અને અનુદ્ધિપ્રાપ્ત અહે ત આદિ મહાપુરુષને ત્રાદ્ધિ પ્રાપ્ત ગણી શકાય. અનુદ્ધિપ્રાપ્ત આર્યના ક્ષેત્ર, જાતિ કુળ, ધર્મ, શિલ્પ, જ્ઞાન, દર્શન અને ચારિત્ર પ્રમાણે નવ પ્રકાર પડે છે. દેવોના ભવનવાસો આદિ ચાર પ્રકાર હોય છે. ભવનવાસી દેવેના અસુરકુમાર આદિ દસ ભેદ પડે છે. વ્યન્તર દેવોના પિશાચ આદિ આઠ ભેદ છે, તિષ્ક દેના ચન્દ્રમા આદિ પાંચ પ્રકાર છે. અને વૈમાનિક દેના બે પ્રકાર છે (૧)ક૯પપપન્ન અને (૨)કપાતીત તેમાંનાં જે દેવો છે તેમના સૌધર્મ આદિ બાર પ્રકાર છે. કપાતીત દેના બે પ્રકાર છે-વે. યક અને અનુત્તરપપાતિક રૈવેયકના નવ પ્રકાર છે. પૂર્વોક્ત આ બધે પાઠ અહીં “વાર’ શબ્દથી ગ્રહણ કરાયેલ છે. અનુત્તરપપાતિકનું સ્વરૂપ કેવું છે? ઉત્તર--અનુત્તરપપાતિકના પાંચ પ્રકાર છે—વિજય, વૈજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધિક આ પ્રકારની આ બધી પંચેન્દ્રયયુકત સંસારી જીવરાશિ છે. નારકી જીવો બે પ્રકારના પર્યાપ્ત અને અપર્યાપ્ત આ પ્રમાણે આ ચોવીસ દંડકરૂપ કથન વૈમાનિક દેવ સુધી સમજવાનું છે. એટલે કે પર્યાપ્ત અને અપર્યાપતના ભેદથી વૈમાનિક દેવ સુધી દ્વિવિધતા ઘટાવવાની છે.
શંકા--આ રત્નપ્રભા પૃથ્વીના કેટલા પ્રમાણના ક્ષેત્રને અવગહિત કરીને કેટલા નરકાવાસ કહેલા છે?
ઉત્તર-હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વીની જે એકલાખ એંસી હજાર જ નની ઊંચાઈ કહી છે તેની ઉપર તથા નીચના એક એક હજાર જન પ્રમાણ ક્ષેત્રને છોડીને બાકીના એક લાખ અઠતેર હજાર જન પ્રમાણ ક્ષેત્રમાં ત્રીસ લાખ નરકાવાસ છે, એમ જિનેન્દ્ર દેવે ભાંખેલ છે તે નરકાવાસે અંદરથી ગોળાકારના છે અને બહારથી ચેખૂણું છે. અહીં “કાવત’ શબ્દથી આ પાઠ ગ્રહણ કરવાનો-તેના તળિયાને ભાગ વાના છરા જેવો છે. તેમાં હંમેશા અંધકારના જેવો તમસ ભરેલું રહે છે. “ વવાયચંદ્રસૂનવત્તાદા ” ત્યાં ગૃહ, ચન્દ્ર, સૂર્ય અને નક્ષત્રોનો પ્રકાશ અથવા પ્રજવલિત અગ્નિ આદિનો પ્રકાશ બિલકુલ હોત નથી. તે જગ્યા પ્રકાશરહિત હોવાથી ત્યાં સદા અંધકાર જ રહે છે. “ મેચવાપૂજદિરનંવિવઝિરણુવતરા ” તેમને તળભાગ મેદ, વસા, પૂય
શ્રી સમવાયાંગ સૂત્ર
૩૮૦