Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અને તુચ્છ લોબાનનો ધૂપ સળગાવ્યા હોય ત્યારે જેવી સુગ ધ આવે છેતેથી અધિક સુગધ આવતી હોય છે. તે ભવને તે કારણે ઘણા મનહર લાગે છે. સારામાં સારી–શ્રેષ્ઠ સુગોથી તે સુગધીદાર લાગે છે. તેથી તે ભવન સુગંધિ દ્રવ્યોમાંથી બનાવેલી અગરબત્તી જેવાં લાગે છે. તે ભવનો બધી બાજુએથી આકાશ અને સ્ફટિક સમાન નિર્મળ લાગે છે, ઈસ્ત્રી કરેલાં વસ્ત્રો જેવી રીતે સુવાળા લાગે છે–અથવા દબાવેલાં વસ્ત્રો જેવાં મુલાયમ લાગે છે એવાં જ મુલાયમ તે ભવને છે. જેવી રીતે પથ્થરની પુતળીને પથ્થર ઘસવાના પથ્થર (ખરસાણ) પર ઘસીને એક સરખી કરી હોય છે એવાં જ એકસરખાં–ખરબચડાપણાથી રહિત-તે ભવનો છે એટલે કે જે સ્થાને જેવી રચના હેવી જોઈએ એવી પ્રમાણસરની રચનાવાળાં છે. નાજુક સરાણ પર ઘસીને જેવી રીતે પથ્થરની પુતળીને સાફ અને સુઘડ બનાવી હોય છે એ જ પ્રમાણે આ ભવન પણ સાફ છે. તેમાં કોઈ પણ જગ્યાએ ધૂળ હોતી જ નથી. તે અંધકાર રહિત, પ્રકાશયુકત અને વિશુદ્ધ છે. તે ભવનો આભા યુકત છે. તે ભવન માંથી પ્રકાશનાં કિરણે નિકળતાં હોય છે. તેમની પાસે જે કોઈ બીજી વસ્તુ આવી જાય છે તે પ્રકાશથી ચળકવા લાગે છે. તે ભવનનું અવલોકન કરવાથી મનમાં આનંદ થાય છે માટે તે ભવને પ્રાસાદીય છે, જેનારની આંખ તેમને જોતાં થાકતી નથી, તેથી તે ભવને દર્શનીય છે. જયારે તેમને જોઈએ ત્યારે તેમની શોભા અપૂર્વ લાગે છે. તેથી તે અભિરૂ૫ છે, તે ભવનને પ્રતિરૂપ કહ્યાં છે કારણ કે જે કોઈ માણસે તેમને જુવે છે તે બધાને તે રમણીય લાગે છે. અસુરકુમારોનાં ભવનનું અહીં જેવું વર્ણન કર્યું છે એવું જ નાગકુમાર આદિ જાતિના દેના ભવનનું વર્ણન પણ છે. તે વર્ણન “રટી મયુરા' વગેરે ગાથાઓ દ્વારા બતાવવામાં આવ્યું છે. અસુરકુમારોના આવાસ જેવું જ તેમનું વર્ણન પણ છે. હે ભદન્ત ! પૃથ્વીકાયનાં નિવાસસ્થાને કેટલા પ્રકારનાં છે ? ઉત્તર-હે ગૌતમ! પૃથ્વી કાયિકોનાં અસંખ્યાત આવાસ કહેલાં છે. એજ પ્રમાણે અપકાય તેજસ્કાય, વાયુકાય અને પ્રત્યેક વનસ્પતિકાયના આવાસો પણ અસંખ્યાત છે, સાધારણ વનસ્પતિકાયના આવાસ–નિવાસસ્થાન અનંત છે. શ્રીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચોઈદ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય જીના નિવાસસ્થાન અસં.
શ્રી સમવાયાંગ સૂત્ર
૩૯૪