Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તથા ઉલકના એક દેશરૂપ પંડકવન આદિ સ્થાનમાં રહે છે તેમની અપેક્ષા એ તેજસશરીરની અવગાહના વધારે પણ હોય છે. એ જ પ્રમાણે તેઈન્દ્રિજીવોની અને ચતુરિન્દ્રિયજીની તૈજસ શરીરની અવગાહના સમજવી ને પણ જો मारणांतिसमुग्धाएणं समोहयस्स तेयासरीरस्स के महालिया सरीरोगाहना पण्णत्ता ? गोयमा ! सरीरप्पमाणमित्ता विष्कभवाहल्लेणं, आयामेणं जहणणं શારે રાજપદ હે ભદંત ! મારણાંતિક સમુદ્રઘાતથી યુક્ત નારકના તેજસ શરીરની અવગાહના કેટલી કહી છે? હે ગૌતમ ! વિષ્કભ અને બાહલ્યની અપે. ક્ષા એ શરીરપ્રમાણ અને કાયમની અપેક્ષાએ જઘન્ય અવગાહના એક હજાર યોજન પ્રમાણ કરતાં થોડી વધારે કહી છે. તેનું તાત્પર્ય નીચે પ્રમાણે છે-વલયાખ આદિ જે ચાર પાતાલકલશ છે તે પ્રત્યેકની અવગાહના એક એક લાખ યોજનની છે. અને તેમની જે ઠીકરીઓ છે તે પ્રત્યેકની જાડાઈ એક એક હજાર
જનની છે તે કલાના ત્રણ ભાગ છે-નીચેનો ભાગ, મધ્યનો ભાગ અને ઉપર ભાગ. નીચેનો જે ભાગ છે તે પાણીથી ભરેલો છે, મધ્યનો ભાગ વાયુથી ભરેલો છે અને ઉપરને ભાગ વાયુ અને પાણીને આવવાનું તથા જવાનું સ્થાન છે. સીમન્ડક આદિ નારકાવાસમાં રહેલ પાતાલકલશ સમીપવતી નારકી જીવ જ્યારે તેના આયુષ્યનો ક્ષય થાય છે ત્યારે નરકાવાસમાંથી નીકળીને પાતાળ કલશની વચ્ચે બીજા અથવા ત્રીજા વિભાગમાં મત્સ્યની પર્યાયે ઉત્પન્ન થાય છે ત્યારે તેઓ એક હજાર યોજન પ્રમાણ જાડાઈવાળી તે પાતાળકલશેની ઠીકરીઓને ભેદીને ત્યાં ઉત્પન્ન થાય છે તે વખતે તે નારકજીવના મારણાંતિક સમુદ્રવાતના કારણે બહિનિર્ગતુ શરીરની અવગાહના જઘન્યની અપેક્ષાએ એટલી મોટી થાય છે. “ફોરે કાર ચ ત્તનાપુકવી ઉત્કૃષ્ટની અપેક્ષાએ તે નારકીના તેજસ શરીરની અવગા
શ્રી સમવાયાંગ સૂત્ર
૪૨૨