Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રની અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ કેવી રીતે કહેવામાં આવે છે? ઉત્તર--અવધિજ્ઞાનની મદદથી પોતાના પૂર્વભવની મનુષ્ય સ્ત્રીને કે મનુષ્ય દ્વારા સેવાતી જેઈને, આનત ક૫માં કોઈ દેવ કે જેનું મૃત્યુ નજીક અ વી પહોંચ્યું છે (દેવગતિનું આયુષ્ય પૂરું થવા આવ્યું છે), જીના ચારિત્રના વિચિત્રતાથી જેના સ્વભાવમાં વિપરીતતા આવી થઈ છે. કર્મોની અચિન્ય ગતિ અને કામવૃત્તિની મલિનતાને કારણે જેના ચિત્તમાં ક્ષેભ ઉત્પન્ન થઈ ગયું છે, એવો તે દેવ ગાઢ અનુરાગને અધીન થઈને આ મનુષ્યક્ષેત્રમાં આવે તે પુરૂષ દ્વારા સેવિત સ્ત્રીને બાર મુહૂર્ત દરમિયાન આલિંગન આદિ દ્વારા સેવીને કામક્રીડામાં રત થઈ જાય અને એ સ્થિતિમાં જે તેનું કદાપિ મરણ થઈ જાય તે તે દેવ તે સ્ત્રીના ગર્ભમાં–જેમાં પૂર્વે અન્ય પુરૂષનું વીર્ય દાખલ થઈ ચૂકયું છે–મનુષ્યની પર્યાયે ઉત્પન્ન થઈ જાય છે. તે સમયે તેના મારણાંતિક સમુદ્ધ તે સમયે તેના તેજસ શરીરની અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણ થાય છે ઉત્કૃષ્ટ અવગાહના અધોલેક સંબંધી ગ્રામાદિક પ્રમાણ થાય છે, તિર્યગૂમાં મનુષ્યક્ષેત્ર પ્રમાણ થાય છે અને ઉર્વમાં અયુત ક૯૫ પ્રમાણ થાય છે. આરણ અને પ્રાણત દેવના તજસ શરીરની અવગાહનાનું સ્વરૂપ પણ એ જ પ્રમાણે સમજવું. આનત દેવના જેવી જ અચુતના દેના તૈજસ શરીરની અવગાહના હોય છે છતાં પણ તેમાં નીચે પ્રમાણે વિશિષ્ટતા છે–આનત, પ્રાણત અને આરણના દેનાતૈજસ શરીરની ઉત્કૃષ્ટ અવગાહના આયા મની અપેક્ષાએ ઉર્વમાં અશ્રુત કલ્પપ્રમાણુ કહી છે, પણ અયુત કપમાંના દેવોના તેજસ શરીરની અવગાહના ઉર્ધ્વમાં પોતપોતાના વિમાન પ્રમાણ કહી છે આ રીતે
“હિર તૈયારી'' આ સૂત્રમાં જે “વાવ પદ આવ્યું છે તેનાથી ગ્રહણ કરાયેલ વિષયેનું વર્ણન અહીં સુધીમાં કરાયું છે. હવે બાર કપની ઉપર જે નવ ગ્રંયકો છે તેમાં વસતાં દેના તૈસ શરીરની અવગાહના કેટલી મોટી છે તે સૂત્રકાર બતાવે છે.
પ્રશ્ન-હે ભદંત ! મારણાંતિક સમુદ્રઘાત કરતી વખતે રૈવેયકના દેના તૈજસ શરીરની અવગાહના કેટલી મોટી હોય છે? ઉત્તર-હે ગૌતમ ! વિષ્ક અને બાહલ્યની અપેક્ષાએ તો તે શરીરપ્રમાણે જ હોય છે. અને આયામની અપેક્ષાતૈજસ શરીરની જઘન્ય અવગાહના સ્વસ્થાનથી નીચેની વિદ્યાધર શ્રેણી પ્રમાણ હોય છે. કારણ કે વૈવેયક અને અનુત્તર વિમાનવાસી દેવો ભગવાનની વે દેણા આદિ કૃત્યે પણ પિતાને સ્થાને રહીને જ કરે છે. તેથી અહીં તેમનું આગમન થવું સંભવિત નથી. તેથી તેમના તૈજસશરીરની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ હોતી નથી. પણ જ્યારે તેઓ વૈતાઢય પર્વત પર વિદ્યાધરની શ્રેણિમાં ઉત્પન્ન થાય છે
શ્રી સમવાયાંગ સૂત્ર
૪૨૬