Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ત્રષભ, (૨) અજિત, (૩) સંભવ, (૪) અભિનંદન, (૫) સુમતિ, (૬) પદ્મપ્રભ, (૭) સુપાચ્ય, (૮) ચન્દ્રપ્રભ, (૯) સુવિધિ-પુષ્પદન્ત, (૧૦) શીતલ, (૧૧) શ્રેયાંસ, (૧૨) વાસુપૂજ્ય, (૧૩) વિમલ,(૧૪) અનંત, (૧૫) ધર્મ (૧૬) શાન્તિ, (૧૭) કુન્દુ, (૧૮) અર, (૧૯) મલ્લિનાથ, (૨૦) મુનિસુવ્રત, (૨૧) નમિ, (૨૨) નેમિ, (૨૩) પાર્શ્વ, અને (૨૪)વર્ધ માન. એ ૨૪ તીર્થ કરનાં પૂર્વપભનાં નામે અનુક્રમે આ પ્રમાણે હતાં– (૧) વજીનાભ, [૨] વિમલ, (૩) વિમલવાહન, (૪) ધમસિંહ, (૫) સુમિત્ર, [૬] ધર્મમિત્ર, (૭) સુંદરબાહુ, (૮) દીર્ઘબાહુ (૯) જુગબાહ, (૧૦) લષ્ટબાહુ (૧૧) દત્ત. (૧૨) ઈન્દ્રદત્ત,(૧૩)સુંદર, (૧૪) મહેન્દ્ર, (૧૫)સિંહરથ, (૧૬) મેઘરથ, (૧૭) રુકમી, (૧૮) સુદર્શન, (૧૯) નંદન, (૨૦) સિંહગિરિ, [૨૧] અદીનશત્રુ, (૨૨) શંખ, (૨૩) સુદર્શન અને (૨૪) નન્દન અવસર્પિણી કાળના તીર્થ કરેનાં પૂર્વભવનાં નામ ઉપર પ્રમાણે છે તે ર૪ તીર્થકરોની ૨૪ શિબિકાઓ હતી તેમનાં નામ આ પ્રમાણે છે(૧) સુદર્શના. (૨) સુપ્રભા, (૩) સિદ્ધાર્થી, (૪) સુપ્રસિદ્ધા, (૫) વિજયા, (૬) વૈજય તી, (૭) જયન્તી, [૮] અપરાજિતા, (૯) અરુણપ્રભા (૧૦) ચન્દ્રપ્રભા (૧૧) સૂરપ્રભા, (૧૨) અગ્નિ પ્રભા, (૧૩) વિમલા, (૧૪) પંચવર્ણ, (૧૫) સાગરદત્તા, (૧૬) નાગદત્ત, (૧૭) અભયકરા, (૧૮) નિવૃત્તિકરા, (૧૯) મનેરમા (૨૦) મનહરા (૨૧) દેવકુરા (રર) ઉત્તરકુરા (૨૩) વિશાલા અને (૨૪) ચન્દ્રપ્રભા. અહીં “સી” શબ્દનો અર્થ શિબિકા (પાલખી) થાય છે. તે શિબિકાઓ આખા જગતપર વાત્સલ્ય ભાવ રાખનાર જિનવરોની હતી. તે શિબિકાઓ સઘળી જતુઓનાં સુખથી યુકત હતી, તે શુભ છાયાવાળી હતી. પહેલાં રમકૂપ યુક્ત-હર્ષથી યુક્ત મનુષ્ય તે શિબિકાઓને ઉપાડે છે. ત્યાર બાદ અસુરેન્દ્ર, સુરેન્દ્ર અને નાગેન્દ્ર તે શિબિકાઓને ઉપાડે છે. ત્યાર બાદ પિતાની ઈચ્છાનુસાર વિકુર્વિત આભૂષણને ધારણ કરનારા, ચલચિપલ કુંડલધારી દે, સુર અને અસુરે દ્વારા વંદાતા એવાં તે જિનેન્દ્રોની શિબિકાઓને પૂર્વની તરફથી વહન કરે છે, દક્ષિણ તરફથી નાગકુમાર દે; પશ્ચિમ તરફથી અસુરકુમાર દેવો અને ઉત્તર તરફથી સુપર્ણકુમાર નામના ભવનપતિ દે તે શિબિકાઓને વહન કરે છે. હવે સૂત્રકાર તીર્થંકરનાં દીક્ષાસ્થાનેનું વર્ણન કરે છે- ત્રાષભદેવે વિનીતા નગરીમાં, અને અરિષ્ટનેમિ ભગવાન દ્વારાવતી નગરીમાં દીક્ષા અંગીકાર કરી હતી. બાકીના બાવીસ તીર્થંકરએ પિતપોતાનાં જન્મસ્થાનમાં દીક્ષા લીધી હતી. હવે સૂત્રકાર એ બતાવે છે કે તે તીર્થકરોએ કેવી રીતે દીક્ષા ગ્રહણ કરી હતી-સમસ્ત ચોવીસે વીસ-તીર્થકરેએ એક એક દૂષ્ય વસ્ત્ર ધારણ કરીને દીક્ષા ગ્રહણ કરી
શ્રી સમવાયાંગ સૂત્ર
૪૬૩