Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉત્પન્ન થાય છે. સનસ્કુમાર આદિ કોના દેવ તો તિયફ પંચેન્દ્રિમાં અથવા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. જે આ પ્રમાણે વાત છે તો તેમના તૈજસ શરીરની અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ કેવી રીતે સંભવી શકે ? ઉત્તર
જ્યારે સનકુમાર આદિ કલપના દેવો મન્દરાચલ આદિની પુષ્કરણિયમાં જલક્રીડા કરતા હોય ત્યારે તેમને ભોગવવાનું આયુષ્ય પૂરું થઈ જાય તો તેઓ ત્યાં જ કોઈ સમીપના પ્રદેશમાં માસ્યની પર્યાયે ઉત્પન્ન થઈ જાય છે. તે સમયે તેમના તેજસ શરીરની અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણ થાય છે. અથવા કોઈ દેવ પિતાના પૂર્વભવની મનુષ્ય સ્ત્રીને કોઈ અન્ય પુરુષ દ્વારા સેવાતી જઈને, પૂર્વભવના ગાઢ અનુરાગને અધીન થઈને તે સ્ત્રીની પાસે જાય છે અને આલિંગન આદિ સહિત તેન સાથે કામક્રિડામાં લીન થઈ જાય છે. આવી સ્થિતિમાં રહેલ દેવનું દેવગતિનું આયુષ્ય પૂરું થાય તો તે પૂર્વ પુરુષના વયથી યુકત તે સ્ત્રીના ગર્ભમાં જન્મ ધારણ કરે છે. ત્યારે તેના તજસ શરીરની અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણ સંભવી શકે છે. તે દેવોની ઉત્કૃષ્ટ અવગ હના આ પ્રમાણે છેસનકુમાર આદિ કલ્પમાંના દેવા અન્ય દેવોની સહાયતાથી અચુત ક૯૫ સુધી જાય છે. ત્યારે ત્યાં તેમના તૈજસ શરીરની અવગાહના અશ્રુતકલ્પ પ્રમાણ થાય છે. ત્યાં આગળ વાપીઓ વગેરેમાં મત્સ્ય હોતાં નથી. તેથી તેઓ કાંત પંચેન્દ્રિય તિર્થં ચોમાં અથવા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. જ્યારે સનકુમાર આદિ કલ્પના દે કોઈ બીજા દેવેની સહાયતાથી અશ્રુતક૯૫માં જાય છે, અને ત્યાં તેમનું દેવગતિનું આયુષ્ય પૂરું થઈ જાય છે તો તે મરીને તિર્યક સ્વયંભૂરમણ સમુદ્રના અન્તમાં અથવા અધ:પાતાલકલશના બીજા વિભાગમાં મત્સ્ય આદિની પર્યાયે ઉત્પન્ન થઈ જાય છે. ત્યારે તેના તિર્યક્રૂપમાં અથવા અધરૂપમાં આગળ કહ્યા પ્રમાણેના કમે તેજસ શરીરની અવગાહના થાય છે. સહસ્ત્ર રકલ્પના દેના તેજસ શરીરની અવગાહના પણ એ જ પ્રમાણે સમજવી. માહેદ્રા બ્રહ્મલોક, લાન્તક અને મહાશુક્ર કલ્પમાના તેજસ શરીરની અવગાહના પણ એ જ પ્રમાણે સમજવાની છે.
પ્રશ્ન-–હે ભદંત ! મારણાંતિક સમુદ્રઘાતથી યુકત આનત કલ્પના દેવના તૈજસ શરીરની અવગાહના કેટલી મોટી હોય છે ?
ઉત્તર-- હે ગૌતમ! વિષ્ક અને બાહલ્યની અપેક્ષાએ શરીર પ્રમાણ હોય તથા આયામની અપેક્ષાએ જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે.
શું કા–– આનત આદિ કલ્પના દેવ મનુષ્ય ગતિમાં જ ઉત્પન્ન થાય છે અને મનુષ્ય મનુષ્યક્ષેત્રમાં જ ઉત્પન થાય છે, તે આનત આદિના દેવના તેજસ શરી
શ્રી સમવાયાંગ સૂત્ર
૪૨૫