Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રશ્ન-એકેન્દ્રિય ક્રિય શરીર ક્યા એકેન્દ્રિય જીવમાં હોય છે? વાયુકાયિક એકેન્દ્રિય જીવમાં હોય છે ? કે અવાયુકાયિક એકેન્દ્રિય જીવમાં હોય છે? એકેન્દ્રિય વૈક્રિય શરીર વાયુકાવિક જીવ મા કહ્યા છે, અવાયુકાયિક-વાયુકાયિકથી ભિન્ન એવાં પૃથ્વી, અપૂ, તેજ, અને વનસ્પતિકાયિક જીવમાં તે કહ્યું નથી. કારણ કે તે જીવોમા વિદિય શરીર હેતુ નથી. પ્રશ્ન-જે તે વૈક્રિય શરીર વાયુકાયિકમાં હોય છે તે કયા વાયુકાયિકમાં-સૂમવાયુકાયિકમાં કે બાદરવાયુકાયિકમાં હોય છે? ઉત્તર-સૂમવાયુકાયિક એકેન્દ્રિય જીવોમાં તે શરીર હોતું નથી. તેથી બાદરવાયુકાયિક એકેન્દ્રિય જીવમાં જ તે હોય છે એમ સમજવું જોઈએ. બાદર વાયુકાયિક જીવના પર્યાપ્ત અને અપર્યાપ્ત એવાં બે ભેદ છે. તે તે શરીર તે બેમાંથી કોને હોય છે? શરીર પર્યાપ્ત બાદર વાયુકાયિક જીવોને જ હોય છે, અપર્યાપ્ત બાદર વાયુકાયિકને હોતું નથી. તેથી અહીં પર્યાપ્ત બાદર વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર અહીં ગ્રહણ કરાયું છે. પ્રશ્ન-હે ભદંત! પંચેન્દ્રિય વકિય શરીર નારકોને હોય છે? કે પંચેન્દ્રિય તિયાને હોય છે કે મનુષ્યને હોય છે? કે દેવોને હોય છે? ઉત્તર-હે ગૌતમ! તે બધાને પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય છે-સાત પૃથ્વીઓમાં રહેવાને કારણે નારકે સાત પ્રકારના કહ્યા છે. તે સાતે પ્રકારના, પર્યાપ્ત અને અપર્યાપ્ત નારકેને પંચેન્દ્રિય વિક્રિય શરીર હોય છે. પ્રશ્ન–જે તિયામાં તે પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય છે તો ક્યા તિય માં-સંમૂચ્છિ મ જન્મવાળાં તિર્યંચમાં કે ગર્ભજન્મવાળાં તિય ચામાં? ઉત્તર-હે ગૌતમ! સંમૂચ્છિક જન્મવાળાં તિય"ચોમાં તે શરીર હોતું નથી. તે શરીર ગર્ભજન્મવાળાં તિયોમાં જ હોય છે ગર્ભજન્મવાળામાં પણ તે બધાંને હોતું નથી પણ સંખ્યાત વર્ષના આયુષ્યવાળાં, પર્યાપ્ત તિય"ને જ હોય છે. તેમાં પણ જળચર, બેચર અને સ્થળચરોને જ તે શરીર હોય છે, પણ ઉર પરિસર્ષ અને ભુજપરિસર્ષને હોતું નથી. તથા મનુષ્યમાં પણ તે પંચેન્દ્રિય વિકિય શરીર કર્મભૂમિ જ, પર્યાપ્ત, સંખ્યાત વર્ષના આયુષ્યવાળા, ગર્ભજ મનુષ્યને જ હોય છે, બધાને હોતું નથી. બધા પ્રકારના દેને પંચેન્દ્રિય વૈકિય શરીર હોય છે દસ પ્રકારના અસુરકુમાર આદિ જે દેવે તેઓ પર્યાપ્ત હોય કે અપર્યાપ્ત હોય પણ તેમને પંચેન્દ્રિય વૈકિયશરીર હોય છે. એ જ પ્રમાણે પિશાચ, ભૂત, આદિ બંન્તર દેવને, અને સૂર્ય, ચંદ્ર આદિ તિષ્ક દેવેને પણ પ્રત્યેક અવસ્થામાં તે શરીર હોય છે. પ્રશ્ન- હે ભદન્ત! વૈમાનિક દેવમાં પંચેન્દ્રિય વૈક્રિય શરીર ક૫૫૫ન્ન દેને હોય છે કે કલ્પાતીત દેને હોય છે. ઉત્તર-હે ગતમ! કોપપન તથા કલ્પાતીત, બન્ને પ્રકારના દેવોને પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય છે. હે ભદત! વૈક્રિય શરીરની અવગાહનાનું પ્રમાણ કેટલું કહ્યું છે? હે ગૌતમ!
શ્રી સમવાયાંગ સૂત્ર
૪૧૬