Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વાયુકાયિક જીવના ભવધારણીય ઉત્તર વેકિય શરીરની અવગાહનાનું પ્રમાણ જઘન્ય અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ અંગુલના અસંખ્યાત ભાગનું છે. પહેલી પૃથ્વીમાં ભવધારણીય વૈકિય અવગાહનાનું પ્રમાણ જઘન્યની અપેક્ષાએ અંગુલના અસંખ્યાતમાં ભાગનું અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ કા ધનુષ આંગળનું છે. બીજી પૃથ્વીમાં નારકનાં શરીરની અવગાહના વધારેમાં વધારે પા ધનુષ ૧૨ આંગળ પ્રમાણ છે. ત્રીજી પૃથ્વીમાં ઉત્કૃષ્ટની અપેક્ષાએ ૩૧ ધનુષપ્રમાણ, ચોથીમાં ઉત્કૃષ્ટની અપેક્ષાએ દશા ધનુષપ્રમાણ, પાંચમી. છઠ્ઠી અને સાતમી પૃથ્વીમાં ઉત્કૃષ્ટની અપેક્ષાએ ૧૨૫, ૨૫૦ અને ૫૦૦ પાંચસો ધનુષપ્રમાણકિય શરીરની અવગાહના હોય છે જઘન્યની અપેક્ષાએ બધાં નારકનાં શરીરની અવગાહના અંગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ છે. ઉત્તર વૈકિય અવગાહનાનુ પ્રમાણ જઘન્યની અપેક્ષાએ અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ ભવધારણીય અવગાહનાથી બમણું છે. ભવનપતિ, વ્યતર, જ્યોતિષ્ક અને પહેલા અને બીજા ક૫માં ઉત્પન્ન થયેલા દેવેની ભવધારણીય વક્રિયની અવ. ગાહના જઘન્યની અપેક્ષાએ અંગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ છે, અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ સાત હાથપ્રમાણ છે. તેમની ઉત્તરક્રિયની અવગાહના જઘન્યની અપેક્ષાએ અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ એક લાખ જન પ્રમાણે છે. ત્રીજા અને ચોથા કલ્પમાં ઉત્પન્ન થયેલ દેવેની અવગાહના જઘન્યની અપેક્ષાએ અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ છ હાથ પ્રમાણ છે. પાંચમાં અને છઠ્ઠા કપમાં ઉત્પન્ન થયેલ દેવની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ અવગાહના પાંચ હાથ પ્રમાણ છે. સાતમાં અને આઠમાં ક૯પમાં ઉત્પન્ન થયેલા જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ અવગાહના ચાર હાથ પ્રમાણ છે. નવમાં, દસમાં, અગિયાર અને બારમાં ક૯પમાં ઉત્પન્ન થયેલા દેવાથી જ ઘન્ય અવગાહના અંગુલના અસખ્યાતમાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ અવગાહના ત્રણ હાથની છે નવ રૈવેયકમાં દેવોની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ અવગાહના બે હાથપ્રમાણ છે, વિજય આદિ અનુત્તર વિમાનમાં દેવેની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ અવગાહના એક ત્નિ પ્રમાણ છે. સર્વાર્થસિદ્ધમાં દેવેની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ અવગાહના મુઠ્ઠીવાળેલા હાથપ્રમાણ છે, ત્રીજા ક૯૫થી લઈને ૧૨માં કલ્પ સુધીના દેવોના ઉત્તર વૈકિય શરીરની અવગાહના જઘન્યની અપેક્ષાએ અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ અવગાહના એક લાખ જન પ્રમાણ છે. બારમાં ક૯૫ કરતાં ઉપરના દેવોમાં ઉત્તર વૈક્રિય રચના કવાની શક્તિ તો હોય છે પણ તેઓ તેની રચના કરતા નથી. જે કૃત્રિમ વેકિય શરીર છે તે લબ્ધિના પ્રભાવથી થાય છે,
શ્રી સમવાયાંગ સૂત્ર
૪૧૭