Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ખ્યાત છે. તથા સંજ્ઞી પંચેન્દ્રિય, તિર્યંચ અને મનુષ્યો ગર્ભ જન્મવાળા હોવાથી તેમના નિવાસસ્થાન સંખ્યાત છે. કારણકે તે જ સંખ્યાત છે. તથા જે સંમ્ ૭િમ મનુષ્ય છે તેઓ અસંખ્યાત છે. તેથી તેમના નિવાસસ્થાને પણ અસંખ્યાત છે. કારણ કે તે છ દરેક મનુષ્યના મળમૂત્ર આદિમાં અંતમુહૂત પછી ઉત્પન્ન થઈ જાય છે.
હે ભદન્ત ! વ્યન્તરદેવેના આવાસ કેટલા છે? ઉત્તર-આ રત્નપ્રભા પ્રવીને રનમયકાંડ એક હજાર જનની ઊંચાઈવાળે છે. તેના ઉપર ૧૦૦ સો જન અને નીચેના ૧૦૦ સે યજનના ક્ષેત્ર સિવાયના બાકીના ૮૦૦ આઠ યાજન પ્રમાણ ક્ષેત્રમાં વ્યંતરદેવોના નગરરૂપ આવાસ છે. તે આવાસો ભૂમિગત છે, અને તિરછી અનેક જન સુધી છે તે આવાસો લાખોની સંખ્યામાં છે તે ભૂમિગત આવાસ બહારથી ગોળ અને અંદરથી ચતુષ્કોણ છે. તે આવાસનું વર્ણન પણ ભવનવાસીઓના આવાસો જેવું જ છે. પણ ભવનપતિ દેવના આવાસો કરતાં વ્યંતરોના આવાસોમાં એટલી વિશેષતા હોય છે કે વ્યંતરદેવનાં નગરો વિજય તિના સમુદાયથી વ્યાપ્ત રહે છે. “સુરમ્ય, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ” આ પદેના અર્થ આગળ આપી દેવામાં આવ્યા છે. વ્યંતરદેવનાં ભવનનગર અને આવાસરૂપ નિવાસસ્થાન વિવિધ પ્રકારનાં હોય છે. તેથી તે દેવનું નામ વ્યંતર પડયું છે. અથવા મનુષ્ય અને તેમની વચ્ચે ભેદ હોતો નથી કારણ કે તેઓ ચકાર્તિ, વાસુદેવ આદિ મનુષ્યોની સેવા નેકરની જેમ કરે છે. તેઓ વિવિધ પ્રકારના પહાડે અને ગુફાઓની વચ્ચે તથા વનોની વચ્ચે વસે છે, તેથી પણ તેમને વ્યંતરે કહે છે.
* હે ભદન્ત ! જ્યોતિષી દેવાના વિમાનાવાસે કેટલા કહ્યા છે? ઉત્તર-હે ગૌતમ ! આ રત્નપ્રભ પૃથ્વીના બહુસમરમણીય અત્યંત સમતલ હોવાને કારણે સુંદર-ભૂમિભાગથી ૭૯૦ સાતસો નેવું ભેજન ઉચે ૧૧૦ એજનના વિસ્તારવાળા
જ્યોતિષદેવેન તિર્યગ્ર પ્રદેશમાં તિષીદના અસંખ્યાત વિમાનાવાસ આવેલા છે. તે વિમાનાવાસ સઘળી દિશામાં પ્રસરતી પિતાની પ્રભાથી શોભાયમાન છે. ચન્દ્રકાન્ત આદિ મણિની તથા કકેતન આદિ રત્નોની વિશિષ્ટ રચનાથી તેમની શોભા અપૂર્વ લાગે છે. તથા તે વિજયસૂચક વૈજયન્તિથી, સામાન્ય ધજાઓથી, અને ઉપરાઉપરી ગોઠવેલ વિસ્તીર્ણ છત્રોથી યુકત છે અને ઘણું ઉંચા છે. તે કારણે તેઓ પિતાના અગ્રભાગથી આકાશને સ્પર્શતા હોય છે. તેની બારીઓના મધ્યભાગમાં રત્નો જડેલાં હોય છે. જેમ ઘરમાંથી કાઢેલી વરતુ ધૂળ, રજ
શ્રી સમવાયાંગ સૂત્ર
૩૯૫