Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અને અપર્યાપ્તકના વિભાગ આ પ્રમાણે કહેલ છે
" नारयदेवातिरियमणुयगब्भया जे असंखवासाऊ
gu issa, sarg વેર વોચા શ ઇત્યાદિ ” નારક, દેવ, ગર્ભજ તિયચ, અને ગર્ભજ મનુષ્ય, કે જેમનું આયુષ્ય અસંખ્યાત વર્ષનું હોય છે. તેઓ ઉપપાત સમયમાં અપર્યાપ્તક હોય છે. અન્ય તિર્યંચ અને મનુષ્ય લબ્ધિની અપેક્ષાએ ઉપપાત સમયમાં પર્યાપ્ત પણ હોય છે અને અપર્યાપ્ત પણ હોય છે, એવું જિનેન્દ્રદેવનું કથન છે. આ પ્રમાણે નારકોની સ્થિતિનું સામાન્ય રીતે કથન કરીને હવે સૂત્રકાર તેનું વધુ સ્પષ્ટીકરણ કરે છે–
પ્રશ્ન– આ રતનપ્રભા પૃથ્વીના નારકની , તથા શર્કરા પ્રભા આદિ ૬ છે પૃથ્વીના નારકજીવોની, તથા ભવનપતિ, વ્ય તર, તિષ્કદેવની, અને સૌધર્મ આદિ ૧૨ કપના દેવેની, નવ રૈવેયકના દેવોની, વિજય, વૈજય ત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધના દેવની કેટલા કાળની સ્થિતિ છે ? ઉત્તર-હે ગૌતમ! પ્રથમ પૃથ્વીના નારકીઓની સ્થિતિ જઘન્યની અપેક્ષાએ દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ એક સાગરોપમની છે બીજ પૃથ્વીમાં જઘન્ય સ્થિતિ એક સાગરોપમની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ સાગરોપમની કહી છે. ત્રીજી પૃથ્વીમાં જઘન્ય સ્થિતિ ત્રણ સાગરોપમની અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સાગરોપમની છે. ચોથી પૃથ્વીમાં જઘન્ય સ્થિતિ સાત સાગરોપમની અને ઉત્કૃષ્ટ સ્થિતિ દસ સાગરોપમની છે. પાંચમી પૃથ્વીમાં જઘન્ય સ્થિતિ દસ જાગરોપમની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૭ સત્તર સાગરોપમની છે. છઠ્ઠી પૃથ્વીમાં જઘન્ય સ્થિતિ ૧૭ સત્તર સાગરોપમની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૨ બાવીસ સાગરોપમની છે. સાતમી પૃથ્વીમાં જ ધન્ય સ્થિતિ ૨૨ બાવાસ સાગરેપમન અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ તેત્રીસ સાગરોપમની છે. ભવનપતિ દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમથી થોડી વધારે અને જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની છે. વ્યંતર દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ એક પલ્યોપમની અને જઘન્ય સ્થ ત દસ હજાર વર્ષની છે. જતિષ્કદેવની ઉત્કૃષ્ટ સ્થિતિ એક પાપમ અને ૧ એક લાખ વર્ષની છે અને જઘન્ય સ્થિતિ પલ્યના આઠમાં ભાગ જેટલી છે. વૈમાનિકદેવે માંની પહેલા સાધક૯૫માંના દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ બે સાગરોપમની અને જઘન્ય સ્થિત એક પલ્યોપમની છે. બીજા શાન ક૯પમાંના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ બે સાગરોપમ કરતાં થોડી વધારે છે અને જઘન્ય સ્થિતિ એક પલ્યોપમ કરતાં થોડી વધારે છે. ત્રીજા સનકુમાર કલ્પમાં દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સાગરોપમની છે અને જઘન્ય સ્થિતિ બે સાગરોપની છે. ચોથા મહેન્દ્ર
શ્રી સમવાયાંગ સૂત્ર
૪૦૦