Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આપેલી ગાથાઓ દ્વારા એ વાત બતાવે છે કે કયાં કેટલાં વિમાના છે— પહેલા સુધમ દેવલેાકમાં ૩૨ લાખ. બીજા ઈશાન દેવલાકમાં ૨૮ લાખ, ત્રીજા સનત્કુમાર દેવલાકમાં ૧૨ લાખ, ચેાથા માહેન્દ્ર દેવલાકમાં ૮ લાખ, પાંચમાં બ્રહ્મલેકમાં ૪ લાખ, છઠ્ઠા લાન્તક દેવલાકમાં ૫૦ હજાર, સાતમાં મહાશુક્રમાં ૪૦ હજાર, અને આઠમા સહસ્રાર દેવલેાકમાં ૬ હજાર વિમાને છે. નવમા માનત અને દસમાં પ્રાત દેવલાકમાં ૪૦૦ ચારસા વિમાને છે. અગિયારમાં આરણ અને બારમાં અચ્યુત દેવલેાકમાં ૩૦૦ ત્રણસેા વિમાને છે. આ રીતે ૯ થી ૧૨ સુધીના ચાર દેવલાકમાં ૭૦૦ સાતસા વિમાના છે. નવ ચૈવેયકામાંના જે ત્રણ અધસ્તન ત્રૈવેયક છે તેમાં ૧૧૧ એકસે અગિયાર વિમાના છે. ત્રણ મધ્યમ ત્રૈવેયકામાં ૧૦૭ એકસા સાત વિમાને છે અને ત્રણ ઉપસ્તિન ત્રૈવેયકામાં ૧૦૦ એકસેસ વિમાના છે. તથા અનુત્તર વિમાનામાં પાંચ જ વિમાના છે. તે વમાનેાની કુલ સખ્યા ૮૪૯૭૦૨૩ (ચાર્યાસી લાખ, સત્તાણુ' હજાર તેવીસ) છે. હવે સૂત્રકાર સ્પષ્ટીકરણને માટે ફરીથી કહે છે કે—પહેલી, બીજી, ત્રીજી, ચેાથી, પાંચમી, છઠ્ઠી અને સાતમી પૃથ્વીમાં નરકાવાસાની સખ્યા કેટલી છે તે તીમા ય વળવીસા' ઇત્યાદિ ગાથામાં પહેલા ખતાવી દેવામાં આવ્યું છે, તે તે પ્રમાણે સમજી લેવુ, સાતમી પૃથ્વી વિષે ગૌતમે જે પ્રશ્ન પૂછ્યા તેના ઉત્તરરૂપે ભગવાન મહાવીર તેમને કહે છે કે હે ગૌતમ ! સાતમી પૃથ્વીની ઊંચાઇ એક લાખ આઠ હજાર ચેાજનની કહેલ છે. તેમાંથી ઉપરના પરા સાડીબાવન હજાર ચાજન ભાગ અને નીચેના પણ ૫૨) સાડીબાવન હજાર ચેાજન ભાગ છેાડીને ખાકી જે ત્રણ હજાર ચેાજનના વિસ્તાર રહે છે તેમાં નારકીના પાંચ અનુત્તર-ઉત્કૃષ્ટ-અતિવિશાળ મહાનરકાવાસ છે. તેમનાં નામ આ પ્રમાણે છે-કાલ, મહાકાલ, રૌરવ, મહારૌરવ, અને અપ્રતિષ્ઠાન તે બધા નરકાવાસ વચ્ચેથી ગાળ, છેડેથી ત્રિકોણાકાર, તથા તળિયેથી વાના છરા જેવાં હોય છે. ત્યાંથી લઈને “તે બધી નરકો અશુભ છે, અને તે નરકમાં અશુભ વેદનાએ હાય છે” ત્યાં સુધીનાં પદો ગ્રહણ કરવાના છે. સૂ, ૧૮૬૫
શ્રી સમવાયાંગ સૂત્ર
૩૮૨