Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ટીકાથ–(ફફ ફુવારા) ફત્યાતિ–
ભૂતકાળમાં, આ ગણિપિટકરૂપ દ્વાદશાંગની આજ્ઞાની વિરાધના કરવાથી એટલે કે તેની આજ્ઞાવિરૂદ્ધ વર્તન કરવાથી–અનેક જીને નરક આદિ ચાર ગતિ વાળા સંસારરૂપી વનમાં ભમવું પડયું છે. તેનું તાત્પર્ય એ છે કે ગણિપિટકરૂપ દ્વાદશાંગની વિરાધના કરવાથી–પાઠાદિરૂપ સૂત્રાજ્ઞાની વિરૂદ્ધ વર્તન કરવાથી ભૂતકાળમાં અનંત જીએ જમાલીની જેમ નરક, તિયચ, મનુષ્ય અને દેવગતિથી અતિ ગહન બનેલી આ ભવાટવીમાં વારંવાર પરિભ્રમણ કર્યું છે. તથા આ ગણિપિટકરૂપ દ્વાદશાંગના અભિનિવેશને કારણે જુદી જ રીતે પ્રરૂપણા કરવા રૂપ અજ્ઞા દ્વારા વિરાધના કરીને ગષ્ઠામાફિલ, દંડી અને તેરાપંથી આદિની જેમ જીવેએ આ ચારગતિવાળા સંસાર કાનનમાં પરિભ્રમણ કર્યું છે. તથા સૂત્ર અને અર્થ, બન્નેની અન્યથા પાઠાદરૂપ સૂત્રજ્ઞા દ્વારા તથા અન્યથા પ્રરૂપણારૂપ અથજ્ઞા દ્વારા વિરાધના કરીને અનંત જીવે ને આ ચારગતિવાળા એ સારકાનનમાં ઘૂમવું પડયું છે. તેનું તાત્પર્ય એ છે કે જે જીવેએ ભૂતકાળમાં આ દ્વાદશાંગના અભિનિવેશ આદિને વશ થઈને પિતાની કલ્પના અનુસાર જુદી જ રીતે અર્થ કર્યો હતે, તથા અર્થથી અન્યથા (જુદા જ પ્રકારની પ્રરૂપણ કરી હતી, તથા સૂત્ર અને અર્થ બનેની અન્યથા પ્રરૂપણા કરી હતી તેમણે આ અનંત સંસારમાં પરિભ્રમણ કર્યું છે. તથા વર્તમાનકાળમાં તેરાપથી, દંડી આદિ લોકોની જેમ આ ગણિપિટકરૂપ દ્વાદશાંગના, સૂત્ર, અર્થ અને સૂત્રાર્થ એ ત્રિવિધ આજ્ઞાથી વિરૂદ્ધ આચરણ કરીને– તેમની વિરાધના કરીને કેટલાક લોકે આ ચારગતિવાળા સંસાર કાનનમાં ઘૂમી રહ્યા છે. એટલે કે જે જીવો વર્તમાનકાળમાં આ ગણિપિટકરૂપ દ્વાદશાંગની સૂત્રાજ્ઞાથી, અને અથજ્ઞાથી વિપરીત માન્યતા ધરાવે છે તેઓ તેરાપંથી આદિની જેમ આ અનંત સંસારમાં ભ્રમણ કરે છે. તથા આ ગણિપિટકરૂપ દ્વાદશાંગની ભવિષ્યમાં વિરાધના કરીને અને તે જીવો ચારગતિવાળા સંસારરૂપ ગહનવનમાં પરિભ્રમણ કરશે. આ રીતે વિરાધનાથી પ્રાપ્ય વૈકાલિકફળ બતાવી હવે સૂત્રકાર આરાધનાથી પ્રાપ્ત થતું સૈકાલિકફળ બતાવે છે-જેમણે આ ગણિપિટકરૂપ દ્વાદશાંગની સૂત્ર, અર્થ અને સૂત્રાર્થ દ્વારા પ્રતિપાદિત આજ્ઞાનું પાલન કર્યું છે તેઓ આ ચારગતિવાળા સંસાર રૂપી વનને પાર પામી ગયાં છે. એ જ પ્રમાણે લેકે આ ગણિપિટકરૂપ દ્વાદશાંગની ત્રિવિધ આજ્ઞાનું સારી રીતે પાલન કરી રહ્યાં છે તેઓ આ સંસારરૂપી વનનો પાર પામી રહ્યાં છે, અને ભવિષ્યમાં જેઓ તેની આજ્ઞાનું પાલન કરશે તેઓ આ સંસારકાનનો પાર પામશે. આ ગણિપિટકરૂપ દ્વાદશાગનું અસ્તિત્વ ભૂતકાળમાં હતું વર્તમાનમાં છે અને ભવિષ્યમાં રહેશે-તેનું અસ્તિત્વ ત્રણે કાળમાં રહેવાનું
શ્રી સમવાયાંગ સૂત્ર
(૩૬૯