Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભાવાર્થ-જે જે જીવોએ આ ગણિપિટકરૂપ દ્વાદશાગની આજ્ઞાની કોઈ પણ પ્રકારે વિરાધના કરી છે તે છોને આ ચારગતિવાળા સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે. જે જે જીએ આ ગણિપિટકરૂપ દ્વાદશાંગની આજ્ઞાનું પાલન કર્યું છે તે છે આ ચારગતિવાળા સંસારને પાર કરી ગયાં છે, જેઓ તેની આજ્ઞાનું પાલન કરી રહ્યાં છે તેઓ આ સંસારનો પાર પામશે જેઓ તેની આજ્ઞાનું પાલન કરતાં નથી તેઓ સંસારને પાર પામતા નથી, જેઓ પાલન નહીં કરે તેઓ આ સંસારને પાર કરી શકશે નહીં. પાંચ અસ્તિકાની જેમ આ ગણિપિટકરૂપ દ્વાદશાંગ અચલ, ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષય. અવ્યય, અવસ્થિત અને નિત્ય છે.
જવા રિધ ઈત્યાદિ પ્રકારે સૂત્રકારે કથન કરીને “અહિં મારૂ, મરણ ઈત્યાદિ પ્રકારે ફરીથી જે કથન કર્યું છે. તેમાં કથન શૈલીના એક પ્રકારનું પ્રદર્શન થયું છે. પહેલા પ્રકારમાં નિષેધાત્મક દ્રષ્ટિએ અને બીજા પ્રકારમાં વિધાનાત્મક દૃષ્ટિએ તેનું પ્રતિપાદન થયું છે. જીવ અને પુલ અનંત છે, તેથી ભાવેને અનંત બતાવ્યા છે. અભાવ સર્વથા નિરૂપાખરૂપ (અસત્તારૂપ) નથી પણ તે ભાવરૂપ છેજે વાત આ પ્રમાણે છે તો તેની મદદથી એ વાત સમજી શકાય છે કે અન્યભાવરૂપે અન્યભાવની અસત્તા હેવાને કારણે જે ભાવ છે એ જ અભાવ છે, આ રીતે તે અભાવ પણ ભાવની જેમ અનંત છે. જિજ્ઞાસાના વિષયરૂપ બનેલ પદાર્થોના વિશિષ્ટ ધર્મને સમજાવનાર અથવા તેમને બોધ કરાવનાર–નિશ્ચય કરાવનાર-હેતુ” હોય છેપ્રત્યેક પદાર્થમાં અનંત ધર્મ હોય છે. તે ધર્મોને જાણવાને માટે અને ત પ્રકારની જિજ્ઞાસા થાય છે. અને તે જિજ્ઞાસાઓને શાંત કરનાર હેતુ પણ અનંત હોય છે. આ રીતે એક પદાર્થમાં અનંત ધમ હોય છે. તેને વિષેની જિજ્ઞાસાઓ પણ અનંત હોય છે. તેથી અનંત પદાર્થોના અનંત ધર્મો વિષેની અને તે જિજ્ઞાસાઓને શમાવવાને માટે હેતુ પણ અનંત હોય છે. અહેતુ પણ અનંત છે. ઘટ (ધ) પટ (પડદે) આદિ પદાર્થો બનાવનાર માટી, સૂતરના તાર આદિ અનંત નિમિત્તો-કારણો હોય છે. અકારણ પણ અનંત હોય છે. જેમ કે માટીનો પિઠ ઘડાના નિર્માણનું કારણ (નિમિત્ત) છે પણ પડદાના નિર્માણનું કારણ નથી, જે પદડાનું કારણ છે તે ઘડાનું કારણ નથી. આ રીતે બકારણ પણ અનંત છે. સુ.૧૮૫
શ્રી સમવાયાંગ સૂત્ર
૩૭૧