Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભ્રમણ થાય છે તેમનું કથન પણ તે પ્રકારની ગંડિકાઓમાં કરવામાં આવ્યું છે. ઉપરોકત ગંડિકાઓ તથા તેમના જેવી બીજી ચંડિકાઓનું કથન પણ ગંડિકાનું યોગમાં સામાન્ય તથા વિશેષરૂપે થયું છે, “gવનંત્તિ, સંનિષંતિ, નિર્ટ નિતિ, તિતિ, આ પદેના અર્થ આગળ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. ગડિકાનુયે ગનું આ પ્રકારનું સ્વરૂપ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે નામની જે ગંડિકા હોય છે તેમાં તે વિષયનું પુરેપુરું વર્ણન કર્યું હોય છે. ચિત્રાન્તર ગંડિ કામાં 2ષભનાથ અને અજિતનાથના વચગાળાના કાળમાં તેમના વંશજ જે નૃપે થયા છે તેમની શિવગતિ પ્રાપ્તિનું તથા અનુત્તર વિચાનોમાં ઉત્પત્તિનું કથન કર્યું છે. ચંડિકાનુગ આ પ્રકારનો છે.
હવે દૃષ્ટિવાદના પાંચમાં ચૂલિકા નામના ભેદ વિષે શિવ પૂછે છે કે હે ભદંત ! ચૂલિકાનું કેવું સ્વરૂપ છે?
ઉત્તર-ઉત્પાદપૂર્વથી લઈને અરિતનારિત પ્રવાદપૂર્વ સુધીના ચાર પૂર્વને ચૂલિકાઓ છે. બાકીનાં પૂર્વોની ચૂલિકાઓ નથી. ચૂલિકાનું એ પ્રકારનું સ્વરૂપ છે. દૃષ્ટિવાદની સંખ્યાત વાચનાઓ છે, સંખ્યાત અનુગ દ્વાર છે, સંખ્યાતપ્રતિપત્તિ છે. સંખ્યાત નિયુકિત છે, સંખ્યાત કે છે, અને સંખ્યાત સંગ્રહો છે. અંગેની અપેક્ષાએ તે બારમું અંગ છે. તેમાં એક શ્રુતસ્કંધ છે, ચૌદ પૂર્વ છે, સંખ્યાત વસ્તુઓ છે, સંયખત ચૂલિકા વસ્તુઓ છે, સંખ્યાત પ્રાભૂતિકાઓ છે, અને સંખ્યાત પ્રાભૃતપ્રાભૂતિકાઓ છે. ગ્રંથાંશવિશેષનું નામ પ્રાભૂત છે. ગ્રન્થાંશ વિશેષોના જે અંશ વિશેષ હોય છે તેમને પ્રાભૃતપ્રાભૃત કહે છે. તેમાં સંખ્યાત હજાર પદે છે, સંખ્યાત અક્ષરે છે, અનંત ગમ છે, અનંત પર્યાયે છે, અસંખ્યાત ત્રસ છે, અને અનંત સ્થાવર છે. ઉપરોકત સમરત જિનપ્રજ્ઞપ્ત ભાવે દ્રવ્યર્થતાની અપેક્ષાએ નિત્ય છે, અને પર્યાયાર્થતાની અપેક્ષાએ અનિત્ય છે. સૂત્રમાં ગ્રંથિત હોવાને કારણે નિબદ્ધ છે, નિર્યુક્તિ, સ ગ્રહણીઓ, હેતુ અને ઉદાહરણ દ્વારા તેમનું નિરૂપણ કરાયું છે. તેથી તે ભાવે નિકાચિત છે આ બધા જિનપ્રજ્ઞપ્ત ભાવનું આ સૂત્રમાં સામાન્ય તથા વિશેષરૂપે કથન થયું છે, પ્રરૂપણા થઈ છે, ઉપમાન ઉપમેય ભાવાદિ દ્વારા તેમની પુષ્ટિ કરી છે. અન્યજીવો પ્રત્યેની અનુકંપાથી અને ભવ્યના કલ્યાણની કામનાથી તેમનું વારંવાર કથન કર્યું છે ઉપનય અને નિગમન એ બંનેના અથવા સમસ્ત નયે ના અભિપ્રાય અનુસાર શિષ્યોના મગજમાં તે એવી રીતે ઉતારવામાં આવ્યા છે કે તેમના મનમાં કોઈ પણ પ્રકારને સંદેહ રહે નહીં. જે આ દૃષ્ટિવાદ અંગનું ભાવપૂર્વક અધ્યયન કરે છે તે આ અંગમાં કથિત ક્રિયારૂપ પરિણામથી પરણમિત થવાને કારણે આત્મસ્વરૂપ થઈ જાય છે. “ક્રિયારૂપ સાર વાળું જ્ઞાન જ શ્રેયસ્કર હોય
શ્રી સમવાયાંગ સૂત્ર
૩૬૩