Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સમસ્ત પદાર્થોનું અથવા ધર્માસ્તિકાય આદિનું વર્ણન કર્યું છે. તે દૃષ્ટિવાદ સંક્ષિ તમાં પાંચ પ્રકારનો કહેલ છે. તે પાંચ પ્રકારે આ પ્રમાણે છે–(૧) પરિકર્મ, (૨) સૂત્ર, (૩) પૂર્વગત, (૪) અનુગ અને (૫) ચૂલિકા એ બધાં વિચિછા થઈ ગયાં છે. છતાં જેટલાં ઉપલબ્ધ પ્રાપ્યો છે તેમનું વિવેચન કરવામાં આવ્યું છે. હવે સૂત્રકાર પરિકર્મનું કેવું સ્વરૂપ છે તે પ્રશ્નનો જવાબ આપતાં શિષ્યને કહે છે–પરિકર્મના સાત પ્રકાર છે. સૂત્રાદિને ગ્રહણ કરવાની લાયકાત મેળવવી તેનું નામ પરિકમ છે. એ પરિકર્મના હેતુરૂપ હોવાથી શાસ્ત્રનું નામ પણ પરિકર્મ પડયું છે. તેના સાત પ્રકાર છે--(૧) સિદ્ધશ્રેણિક પરિકર્મ, (૨) મનુષ્યશ્રેણિકા પરિકર્મ, (૩) પૃષ્ટશ્રેણિકા પરિકર્મ, (૪) અવગાહનશ્રેણિકા પરિકર્મ, (૫) ઉપસં પદ્યણુકા પરિકર્મ, (૬) વિપ્રજહશ્રેણિક પરિકર્મ, (૭) ચુતચુત શ્રેણિકા, પરિકર્મ. હે ભગવાન સિદ્ધણિકાપરિકર્મનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-સિદ્ધ શ્રેણિકા પરિકર્મના ચૌદ પ્રકારો નીચે પ્રમાણે છે-(૧) માતૃકા પદ, (૨) એક થિંકપદ (૩) પાદૌષ્ઠપદ (૪)આકાશપદ(૫)કેતુભૂત(૬) શિબદ્ધ, (૭) એકગુણ,(૮) દ્વિગુણ, (૯) ત્રિગુણ, (૧૦) કેતુભૂત, (૧૧) પ્રતિગ્રહ, (૧૨) સંસારપ્રતિગ્રહ, (૧૩) નંદાવર્તા, અને (૧૪) સિદ્ધબદ્ધ મનુષ્ય શ્રેણિકા પરિકમનું કેવું સ્વરૂપ છે ? ઉત્તર-મનુષ્યશ્રેણિકા પરિકર્મના ૧૪ ચૌદ પ્રકાર છે. તે પ્રકારે આ પ્રમાણે છે–ઉપરોકત માતૃકાપદથી નંદાવર્તા સુધીના તેર પ્રકારે, અને (૧૪) મનુષ્યબદ્ધ. આ રીતે મનુષ્ય શ્રેણિક પરિકમના ચૌદ ભેદ છે. પૃષ્ટશ્રેણિકાપરિકમથી લઈને મૃતામ્યુણિકાપરિકમ સુધીનાં પાંચ પરિકમના માતૃકાપદથી લઈને પ્રતિગ્રહ સુધીના અગિયાર અગિયાર ભેદ છે. આ રીતે ગણિત પરિકમની જેમ સૂત્રાદિકેને ગ્રહણ કરવાની યોગ્યતા પ્રાપ્ત કરવાને સમર્થ એવાં પરિકર્મના સિદ્ધછણિક આદિ સાત પ્રકાર છે. તેમાંના શરૂઆતનાં છે પરિકર્મ સ્વસામયિક-જિનસિદ્ધાંતસંમત છે. તથા ચુતાગ્રુતશ્રેણિકા સુધીનાં સાત પરિક ગોશ લક દ્વારા પ્રવર્તિત આજીવિકમતને માનનારા પાખંડિયેને માન્ય છે. તથા ૬ છ પરિક સંગ્રહ, વ્યવહાર, ત્રાજુસૂત્ર અને શબ્દરૂપ ચાર નય યુકત હવાને કારણે સ્વસામયિક-સ્વસિદ્ધાંત સંમત છે. તેનું તાત્પર્ય આ પ્રમાણે છે
શ્રી સમવાયાંગ સૂત્ર
૩૫૮