Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જૈન સિદ્ધાંત પ્રમાણે પરસ્પર નિરપેક્ષ છે, પણ એ જ બાવીસ સૂત્રે આજીવિક પરિપાટી પ્રમાણે પરસ્પર સાપેક્ષ છે. એ જ બાવીસ સૂત્રો દ્વરાશિક સૂત્ર પરિપાટી અનુસાર ત્રિ નયિક છે. એટલે કે ત્રિરાશિક નયના આ ત્રણ ભેદ માને છે-દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક, ઉભયાર્થિક. તેથી ઐરાશિક મતવાદીઓની એવી માન્યતા છે કે જુક દિ બાવીસ સૂત્રે એ ત્રણ નયવાળાં છે. તથા જિન સિદ્ધાન્ત સૂત્ર પરિપાટી પ્રમાણે તે બાવીસ સૂત્રો સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર અને શબ્દ, એ ચાર નથી યુકત છે, એવી સ્યાદ્વાદીઓની માન્યતા છે. આ પ્રમાણે જુદી જુદી માન્યતાઓ અને છિન અછિન નય યુકતતા પ્રમાણે તે ૨૨ સૂત્રોને 8 વડે ગુણવાથી ૮૮ ભેદ થઈ જાય છે. સૂત્રનું આ પ્રમાણેનું સ્વરૂપ છે.
હવે દૃષ્ટિવાદના ત્રીજા ભેદ પૂર્વગતનું સ્વરૂપ જાણવાને માટે શિષ્ય પૂછે છેહે ભદંતા પૂર્વગતનું સ્વરૂપ કેવું છે? ઉત્તર પૂર્વગતના ૧૪ ભેદ છે તે આ પ્રમાણે છે-૧) –તેમાં સમસ્ત દ્રવ્ય અને પર્યાયની ઉત્પાદભાવની દષ્ટિએ પ્રરૂપણ કરવામાં આવી છે. (૨) પૂર્વ-તેમાં સમસ્ત દ્રવ્ય, પર્યાયે અને જીવવિશેનું પરિણામ વર્ણવ્યું છે. તેમાં ૯૬ લાખ પદ છે. (૩) વીવીપૂર્વ–તેમાં કર્મ રહિત અને કર્મ સહિત જીવોની તથા અજીની શકિતનું વર્ણન કર્યું છે. તેમાં ૭૦ લાખ પદ છે. (૪) તારિતપૂર્વ-તેમાં જે જે વસ્તુઓ લેકમાં જે પ્રકારે વિદ્યમાન છે અથવા જે પ્રકારે નાસ્તિરૂપ [અવિદ્યમાન છે તેનું કથન કર્યું છે. અથવા સ્યાદ્વાદ સિદ્ધાંત અનુસાર જે વસ્તુઓ અતિરૂપ વિદ્યમાન છે એ જ વસ્તુઓ નાસ્તિરૂપ પણ છે એવું શા માટે છે તે વિષય સમજાવ્યો છે તેમાં ૬૦ લાખ પદ છે જ્ઞાનપ્રવાદ-તેમાં મતિજ્ઞાન આદિ પાંચ જ્ઞાનની પ્રરૂપણા કરી છે તેમાં પદોનું પ્રમાણ એક કરોડમાં એક ઓછું છે. (૬)સત્યપ્રવાહપૂર્વ તેમાં સત્ય-સંયમ અથવા સત્યવચનનું તેમના ભેદ તથા પ્રતિ પક્ષી સહિત વર્ણન કર્યું છે. તેમાં એક કરોડ અને છ પદો છે. (૭) ગમખવારપૂર્વ-તેમાં નાયસિદ્ધાંતને અનુલક્ષીને અનેક પ્રકારે આત્માનું વર્ણન કર્યું છે. તેમાં છવીસકરોડ પદ છે. (૮) કવારપૂર્વ-તેમાં જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારનાં કર્મોનું પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ, અને પ્રદેશબંધ, એ ચાર બને તથા તેમના બીજા ઉત્તરોત્તર ભેદપ્રભેદોને અનુલક્ષીને વર્ણન કર્યું તેમાં એક કરોડ એંસી હજાર ૫દ છે. અત્યારથાનકવાણા-તેમાં સમસ્ત પ્રત્યા
શ્રી સમવાયાંગ સૂત્ર
૩૬૦