Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પાપકર્મોનુ શેાધન કરી શકે છે. એટલે કે ઘાર તપથી કઢીનમાં કઠીન પાપકર્મોનુ તેમનુ ફળ ભેાગવ્યા ષિના વિનાશ થઈ જાય છે. હવે સૂત્રકાર પુણ્યપ્રકૃતિયાના જે સુખરૂપ વિપાક હોય છે તે બતાવે છે—તે કહે છે કે ‘ત્તે' દુઃખવિપાક નામના શ્રુતસ્ક ંધ પછી સુખવિપાક નામના જે બીજો શ્રુતસ્કંધ છે તેમાં એ વાત બતાવવામાં આવી છે કે—ચિત્તસમાધિરૂપ અથવા બ્રહ્મચર્ય રૂપ શીલથી યુકત, સાવવિરતિરૂપ ૧૭ સત્તર પ્રકારના સંચમનું આરાધન કરનારા, અભિગ્રહ વિશેષરૂપ નિયમેાના ધારક, મૂલગુણ અને ઉત્તરગુણાથી યુકત, ઘેાર તપસ્વી, સુવિહિત-શાસ્રાકત વિધિ પ્રમાણે ક્રિયાસુધક રત્નત્રયધારી મુનિયાને માટે-જે ભવ્યજન દયાયુકત ચિત્તવૃત્તિથી, તથા ત્રણે કાળે સુપાત્રને દાન દેવોની વૃત્તિથી વિશુદ્ધ એવા આહારપાણી -કે જે પ્રયાગ શુદ્ધ છે એટલે કે દાતાના દાનની દૃષ્ટિએ સકલાશ ષાદોષથી રહિત છે અને ગ્રહણ કરનાર પાત્ર દ્વારા લેવાની દૃષ્ટિએ ઉદ્ગમ આદિ દોષથી રહિત છે, પરિચિત્ત સમાધિજનક હેાવાથી હિતરૂપ, આનંદદાયક હાવાથી સુખરૂપ અને ૫૨પરાથી મેાક્ષ કલ્યાણુજનક હાવાથી નિઃશ્રેયસરૂપ એવા તીવ્ર-પ્રકૃષ્ટ પરિણામથી યુકત થયેલ નિશ્ચિત મતિથી શૈાભિત થઇને ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાલિક વિશુદ્ધ ભાવથી યુકત મન સહિત અર્પણ કરીને જે રીતે એધિલાભ પ્રાપ્ત કરે છે, તે વિષયનું કથન કર્યુ. છે એટલે કે ઉપરકત ગુણવાળા મુનિજનેને શુદ્ધભાવે દોષ રહિત આહારપાણી વહેારાવીને ધિલાભ પ્રાપ્ત કરનારા ભવ્યજનાનું તેમાં વન ક" છે. તથા આ અનાદિ અનંત સંસારસાગરને કેવી રીતે અલ્પ કરે છે તે તેમાં કહ્યું છે. આ સંસારસાગર કેવે છે તે ખાખત સૂત્રકારે આ દ્વિતીયાન્ત પદો દ્વારા સ્પષ્ટ કરી દે-સાગરમાં જળજં તુઓના સંચાર થાય છે. ત્યારે જીવાનુ` મનુષ્ય, તિ"ચ, દેવ અને નરકગતિમાં જે પરિભ્રમણ થતું રહે છે એજ આ સંસારરૂપી સાગરમાં જલજન્તુઓના પરિભ્રમણ જેવું છે. સમુદ્રમાં મે!ટા મેાટા પતા ડૂબેલા હેાવાથી તે વિકટ-દુસ્તર લાગે છે. એજ પ્રમાણે સસાર અરતિ, ભય, વિશાદ, શાક અને મિથ્યાત્વથી ભરેલા છે. એજ પવતા જેવાં છે અને તેમના વડે આ સંસાર પણ વિકટ બન્યા છે સમુદ્ર ગાઢ અંધકારથી છવાયેલા રહે છે એ જ પ્રમાણે સંસાર પણ અજ્ઞાનરૂપી ગાઢ અંધકારથી વ્યાપ્ત છે. કાદવને કારણે સમુદ્ર દુસ્તર બને છે, એ જ પ્રમાણે આ સંસાર પણ વિષયની, ધનની, અને સ્વજેનેાની આશા-તૃષ્ણારૂપી કાદવથી યુકત હોવાને લીધે દુસ્તર બને છે. આ સંસાર સાગરમાં જરા, મરણ અને ૮૪ ચાર્વીસી લાખ ચેાનિચે જ આવત્ત(વમળા) છે. ક્રોધ, માન આદિ ૧૬ કષાયા જ
શ્રી સમવાયાંગ સૂત્ર
૩૪૧