Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આદિ ચેગેનું પ્રવક છે કે નહીં, ચના (ચામડાનાં) ગુણદેષ દર્શાવનાર કલાને ચમ લક્ષણકલા કહે છે. ચન્દ્રગ્રહણનું જ્ઞાન આપનાર કલાને ચન્દ્રલક્ષણકલા, અને સૂર્ય ગ્રહણનું જ્ઞાન પ્રાપ્ત કરાવનાર કલાને સૂર્ય લક્ષણુકલા કહે છે. રાહુની ગતિનું' જ્ઞાન પ્રાપ્ત કરાવનાર કલાને રાહુચરિતકલા કહે છે. ગ્રહેાની ચાલતું જ્ઞાન આપનાર કલાને ગ્રહચરિત કલા કહે છે સૌભાગ્યની વૃદ્ધિ કરાવનાર સાધનેાનું જ્ઞાન આપનાર કલાને સૌભાગ્યવૃદ્ધિ કલા કહે છે. દુર્ભાગ્યની વૃદ્ધિ કરાવનાર સાધ– નાનુ` જ્ઞાન આપનાર કલાને દૌર્ભાગ્યકલા કહે છે. રાહિણી, પ્રજ્ઞપ્તિ આદિ વિદ્યાઓનુ જ્ઞાન આપનાર કલાને વિદ્યાગત કલા કહે છે. દેવાદિકાની આરાધના કરાવનાર મંત્રાનુ જ્ઞાન આપનાર કલાને મંત્રગત કલા કહે છે. એકાંન્તમાં કરાયેલ મંત્રણાનું રહસ્યજ્ઞાન પ્રાપ્ત કરાવનાર કલાને રહસ્યગત કલા કહે છે. પ્રત્યેક વસ્તુના સ્વભાવનું જ્ઞાન કરાવનાર કલાને સ્વભાવ કલા કહે છે. જયેાતિષ્ઠ દેવાની ગતિનું જ્ઞાન કરાવનાર કલાને ચાર કલા કહે છે. ગ્રહેાની વર્કચાલનુ સાન કરાવનાર કલાને પ્રતિચાર કલા કહે છે. સેનાને ગરુડ આદિના આકારમાં ગેાઠવવાની નિપુણતા આપનાર કલાને ગૃહકલા કહે છે. પ્રતિપક્ષીના વ્યૂહને તેડવા માટે ચક્રકાર આદિ રીતે સેનાની ગેાઠવણી કરવાની કલાને પ્રતિવ્યૂહ કલા કહે છે સેનાને ધેાલવાને માટેના સ્થાન વિશેષના પરિમાણુનુ જ્ઞાન આપનાર કલાનુ નામ સ્કંધાવારમાન કલા છે. કેટલી ભૂમિમાં નગરનુ નિર્માણ થઇ શકે, તે દર્શાવનાર કલાને ‘નગરમાન કલા’ કહે છે. ગૃહાદિના પ્રમાણને ખ્યાલ આપનાર કલાને ‘વસ્તુમાન કલા’ કહે છે. સેનાને ચાલાવવાનુ જ્ઞાન મળે એવી કલાને ‘સ્કંધાવાર નિવેશકલા' કહે છે. મકાન આદિ બનાવવાની વિધિનું જ્ઞાન આપનાર કલાને વાસ્તુનિવેશકલા’ કહે છે. નગરની સ્થાપના કરવાનું રિજ્ઞાન આપનાર કલાને ‘નગરનિવેશકલા' કહે છે. નગરમાન કલા અને નગરનિવેશ કલામાં એટલા જ તફાવત છે કે નગરમાન કલામાં નગર વસાવવા માટેની ચેાગ્ય ભૂમિનું જ્ઞાન પ્રાપ્ત થાય છે પણ નગરનિવેશકલામાં જે નગર વસા
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૦૬