Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અહોરાત્રિનો ઉપવાસ તેને પે પોપવાસ કહે છે), ધર્મશાસ્ત્રોનાં અધ્યયનું, ઉગ્ર તપસ્યાઓનું, ૧૧ પ્રતિમાનું એટલે કે અભિગ્રહવિશેષોનું અથવા કાર્યોત્સર્ગનું, દેવાદિકૃત ઉપસર્ગોનું, સં લેખનાનું, ભકતપ્રત્યાખ્યાનનું, પાદપોપગમન આદિ સંથારાઓનું, દેવલોકમાં ઉત્પન્ન થવાનું, ત્યાંથી ચ્યવીને ઉત્તમકુળમાં જન્મ લેવાનું, પુનઃ ધિલાભનું અને અન્તક્રિયા મોક્ષ પ્રાપ્ત કરવાનું વર્ણન આ અંગમાં કર્યું છે. તથા આ ઉપાસકદશાંગમાં શ્રાવકોના ગજ, ઘોડા, ગાય, આદિરૂપ હિરણ્ય, સુવર્ણ, મણિ અને માણેક આદિરૂપ વિશિષ્ટ અદ્ધિનું, માતા, પિતા, પુત્ર આદિરૂપ અભ્યન્તર પરિષદ અને દાસ, દાસી, મિત્ર આદિરૂપ બાહ્ય પરિષદનું, ભગવાન મહાવીરની સમીપે વિસ્તારપૂર્વક શ્રુતચારિત્રરૂપઘર્મ શ્રવણનું, જનધર્મની પ્રાપ્તિરૂપ બેધિલાભનું, સારૂં નરસું સજવાના વિવેકરૂપ અભિગમનનું, સમ્યકત્વની વિશુદ્ધતાનું, સ્થિરતાનું, મૂલગુણ-ઉત્તરગુણોના અતિચારનું, શ્રાવક પર્યાયરૂપ સ્થિતિવિશેષનું, અને સમ્યગદશન આદિ પ્રતિમાઓનું-(અભિગ્રહ વિશેષનું), પ્રત્યાખ્યાન લેવા અને પાળવાનું, દેવાદિત ઉપસર્ગોને સહન કરવાનું, અને ઉપસર્ગના અભાવનું વર્ણન આ અંગમાં કરાયું છે. તથા વિચિત્ર તપસ્યાઓ, શીલવ્રત, ગુણવ્રત, મિથ્યાત્વ આદિ વિરકિત, પ્રત્યાખ્યાન અને પિષધપવાસ, એ બધા વિષયોનું તેમાં નિરૂપણ કર્યું છે. તથા તપથી અને રાગારિકને જીતવાથી શરીર અને જીવને કૃશ કરવારૂપ સર્વોત્કૃષ્ટ પ્રકારની મરણને માટે ધારણ કરેલી સંલેખનાના સેવનથી આત્માને –પોતાની જાતને ભાવિત કરીને જે શ્રાવકે કર્મોનું અનશન દ્વારા છેદન કરીને ઉત્તમ કમાંનાં શ્રેષ્ઠ વિમાનમાં ઉત્પન્ન થઈને તે સુરવિમાનરૂપી ઉત્તમ પંડરીકેમાં મનને આનંદદાયક એવાં કમળ સમાન તે શ્રેષ્ઠ વિમાનમાં-કેવાં કેવાં અનુપમ સુખ ભોગવે છે. અને કમશઃ તે સુખને ઉપભોગ કરીને ત્યાંનું આયુષ્ય સમાપ્ત થતાં ત્યાંથી ચવીને કેવી રીતે જનશાસનમાં આવે છે અને સંયમથી પ્રશસ્ત બધિને પ્રાપ્ત કરીને કેવી રીતે તન-અજ્ઞાન અને -પાપત્પાદક કમર, એ બંનેને
શ્રી સમવાયાંગ સૂત્ર
૩૦૭