Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વ્યાપારરૂપ ચેાગથી યુકત એવાં ‘ળિસીમા' જિનશિષ્યાનું—ગણધરનું વર્ણીન પણ આ અંગમાં કર્યુ છે. તથા ભગવાનનું શાસન કેવી રીતે જગતને માટે હિતકારક છે, તે બાબત પણ સુંદર રીતે તેમાં કહેવામાં આવી છે. તથા અનુત્તપપાતિક દેવાની વિશિષ્ટ ઋદ્ધિચે કેવી છે, તેનું પણ તેમાં વર્ણન કર્યુ છે. તથા દેવ, અસુર અને મનુષ્યની પરિષદા કેવી રીતે ભગવાનની પાસે જતી હતી તેનું પણ તેમાં વર્ણન થયુ' છે તથા તે પરિષદા કેવી રીતે ભગવાનની સેવા ભકિત કરતી હતી, અને પ્રભુએ કેવી રીતે મરવૈમાનિકદેવા, નર-ચક્રવૃતિ આદિ મનુષ્ય અને અસુર-ભવનપતિદેવા, ઉપલક્ષણથી વ્યંતર અને જ્યોતિષીદેવા, એ બધાની સમક્ષ શ્રુતચારિત્રરૂપ ધર્મના ઉપદેશ દીધા હતે, અને તે ઉપદેશ સાંભળીને ક્ષીણુપ્રાયકમ વાળા મનુષ્યાએ વિરકત થઈને કેવી રીતે પ્રભુની સમીપે તે ઉદારધમ ને ધારણ કર્યો હતેા, તથા કેવી રીતે અનેક વર્ષોં સુધી અનેક પ્રકારના તપ અને સંયમનું પાલન કરીને આરાધિત જ્ઞાન, દર્શન, ચારિત્રયુકત થઈને તેમણે જિનાનુગામી બનીને જિનેન્દ્ર દ્વારા કહેવામા આવેલાં વચનેને હૃદયપૂર્વČક અનુમેદન આપીને અનશન દ્વારા કેટલાં કર્મોના ક્ષય કરીને અને સમાધિને પ્રાપ્ત કરીને ઉત્કૃષ્ટ ધ્યાનયેાગમાં લીન થઈને પરમશ્રેષ્ઠ મુનિયા કેવી રીતે અનુત્તરવિમાનામાં ઉત્પન્ન થયા છે અને ત્યાં તેમણે કેવા પ્રકારના સર્વોત્કૃષ્ટ વિષયસુખ પ્રાપ્ત કર્યો છે, એ બધા વિષયાનું આ અંગમાં કથન કર્યું છે. તથા તે અનુત્તવિમાનામાંથી ચ્યવીને તેએ કેવી રીતે ક્રમશઃ અન્તક્રિયાઓ કરશે-એટલે કે મેાક્ષમાં જશે, તે વિષયનું પ્રતિપાદન આ અંગમાં કર્યુ છે, પૂર્વોકત સઘળા વિષયાનું તથા એ પ્રકારના અન્ય વિષયનું પણ આ આગમાં વિસ્તારથી વર્ણન કર્યું છે. આ અનુત્તરપપાતિક સૂત્રમાં સંખ્યાત વાચનાએ છે, સખ્યાત અનુયાગદ્વાર છે,... આ રીતે સંખ્યાત સંગ્રહણિયેા છે, ત્યાં સુધીનાં પદો ગ્રહણ થયાં છે. અગેાના ક્રમ પ્રમાણે તે નવમું અંગ છે. તેમાં એક શ્રુતસ્ક ંધ, દસ ઉદ્દેશનકાળ અને દસ સમુન્દેશનકાળ છે. તેમાં પદોનુ પ્રમાણ છેંતાળીસ લાખ એ’સી હજાર [૪૬૮૦૦૦૦] તું છે. તેમાં સખ્યાત અક્ષરેા છે, અનંતગમ આદિ છે. આ રીતે તેમાં સાધુએના ચરણકરણની પ્રરૂપણા કરવામાં આવી છે. પ્રસૂ. ૧૮૨ા
શ્રી સમવાયાંગ સૂત્ર
૩૨૦